BCCI એ ચેતેશ્વર પુજારા દ્વારા લોકોને કરી અપીલ, જાણો શું કહ્યું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દેશભરમાં ચાલી રહેલા કોરોના વાયરસના ખતરા વચ્ચે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે અને તેના માટે તેને ભારતીય વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) નું ઉદાહરણ આપ્યું છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દેશભરમાં ચાલી રહેલા કોરોના વાયરસના ખતરા વચ્ચે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે અને તેના માટે તેને ભારતીય વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) નું ઉદાહરણ આપ્યું છે. બીસીસીઆઇએ ટ્વિટર પર ચેતેસ્વ્હર પુજારાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં ઉલ્લેખ કર્યો છે કે ''પુજારા પરિવારની માફક તમે પણ પોતાના ઘરોમાં જ રહો.''
ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આ પહેલાં કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન તેમનો અડધો સમય પુત્રીની દેખભાળમાં પસાર થઇ જાય છે. બીસીસીઆઇએ પુજારાના ઉદાહરણ એટલા માટે આપ્યું જેથી લોકો આ બેટ્સમેન પાસેથી પ્રેરણા લઇ શકે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર