WTC Final 2023: સ્મિથે એક ઝટકામાં તોડી દીધા અનેક રેકોર્ડ, પોન્ટિંગ-વિરાટને પાછળ છોડ્યા
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી WTC ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટર સ્ટીવ સ્મિતે મેચના બીજા દિવસે પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે તેણે ઘણા રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે.
લંડનઃ Steve Smith Records: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2023 લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન બેટર ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી, ત્યારબાદ બીજા દિવસે સ્ટીવ સ્મિથે પોતાની સદી પૂરી કરી હતી. આ સદીની સાથે સ્મિથે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે રિકી પોન્ટિંગ, વિરાટ કોહલી જેવા બેટરોને પછાડી દીધા હતા.
સ્મિથે વિરાટ-પોન્ટિંગને પછાડ્યા
સ્મિથે 368 બોલનો સામનો કરતા 121 રનની ઈનિંગ રમી. આ દરમિયાન તેણે 19 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સદીની સાથે તેણે રિકી પોન્ટિંગ અને વિરાટ કોહલીના એક મોટા રેકોર્ડને પાછળ છોડી દીધો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ મેચમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં તે બીજા નંબરે પહોંચી ગયો છે. સ્મિથે અત્યાર સુધી ભારત સામે 9મી સદી ફટકારી છે. આ મામલામાં વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગની 8-8 વિકેટ હતી.
આ પણ વાંચોઃ WTC ફાઇનલમાં કેપ્ટન રોહિતે કરેલી આ 3 ભૂલો ટીમ ઈન્ડિયાને રડાવશે, ટ્રોફી હાથમાંથી ગઈ!
IND-AUS ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ સદી ફટકારનાર ટોપ-પ ખેલાડી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં અત્યાર સુધી જો કોઈ ખેલાડીએ સૌથી વધુ સદી ફટકારી છે, તે ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે. તેણે 11 સદી ફટકારી છે. ત્યારબાદ 9 સદીની સાથે સ્મિથ બીજા સ્થાને છે. વિરાટ કોહલી, સુનીલ ગાવસ્કર અને રિકી પોન્ટિંગના નામે 8-8 સદી છે. નોંધનીય છે કે સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ દરેક ફોર્મેટમાં મળીને કુલ 14 સદી ફટકારી છે.
રોહિતની પણ કરી બરોબરી
સ્મિથે સદી ફટકારનાર ભારતીય કેપ્ટન રોહિત શર્માના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. તેની આ આઈસીસી નોકઆઉટ મેચમાં બીજી સદી છે. આ પહેલા તેણે 2015માં રમાયેલી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારત વિરુદ્ધ સદી ફટકારી હતી. આઈસીસી નોકઆઉટ મેચમાં તેણે સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં રોહિતની બરોબરી કરી લીધી છે. બંનેના નામે બે-બે સદી છે. આ લિસ્ટમાં સૌથી ઉપર પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી, ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને પાકિસ્તાનના સઈદ અનવરનું નામ છે. ત્રણેયના નામે 3-3 સદી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube