નવી દિલ્હીઃ યજમાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી એશિઝ ટેસ્ટ સિરીઝના ત્રીજા મુકાબલા પહેલા ઓસ્ટ્રેલિયન ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. કાંગારૂ ટીમનો દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથ હેડિંગ્લે ટેસ્ટમાથી બહાર થઈ ગયો છે. સ્ટીવ સ્મિથને લોર્ડ્સ ટેસ્ટ મેચમાં માથામા ઈજા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિઝ સિરીઝમાં અત્યાર સુધી બે મેચ રમાઇ ચુકી છે. પ્રથમ મેચમાં સ્મિથની શાનદાર બેટિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી, જ્યારે બીજી ટેસ્ટ ડ્રો રહી હતી. હાલ પાંચ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સના હેડિંગ્લે મેદાન પર 22 ઓગસ્ટથઈ 26 ઓગસ્ટ વચ્ચે રમાશે. 


ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના મિડલ ઓર્ડર બેટ્સમેન સ્ટીવ સ્મિથને લોર્ડ્સ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડના ફાસ્ટર જોફ્રા આર્ચરનો એક બાઉન્સર વાગ્યો હતો. ત્યારબાદ તેનો કનકેશન ટેસ્ટ થયો તેમાં તેને સમસ્યા થઈ હતી. આ રીતે તેના સ્થાને બીજી ઈનિંગમાં માર્નસ લાબુશાનેને તક મળી, જેણે ટેસ્ટ મેચ ડ્રો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

વિન્ડીઝ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ મજબૂત, 17 વર્ષથી નથી હાર્યું એકપણ ટેસ્ટ સિરીઝ


સ્મિથને માથામાં બોલ વાગતા તે જમીન પર પડી ગયો હતો. બાદમાં ફિઝિયો તેને મેદાનની બહાર લઈ ગયા અને થોડા સમય બાદ તે ફરી બેટિંગ માટે આવ્યો હતો. તે સમટે સ્મિથ 80 રન બનાવી બેટિંગ કરી રહ્યો હતો. ફરી બેટિંગ કરવા આવ્યા બાદ તે 92 રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ ટેસ્ટની બંન્ને ઈનિંગમાં તેણે સદી ફટકારી હતી.