વિન્ડીઝ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ મજબૂત, 17 વર્ષથી નથી હાર્યું એકપણ ટેસ્ટ સિરીઝ

ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ સિરીઝ રમશે. પ્રવાસમાં ટી20 અને વનડે સિરીઝ પર ક્રમશઃ 3-0 અને 2-0થી કબજો કર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ સિરીઝમાં પણ કેરેબિયન ટીમને હરાવવાની તક છે.

વિન્ડીઝ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ મજબૂત, 17 વર્ષથી નથી હાર્યું એકપણ ટેસ્ટ સિરીઝ

નવી દિલ્હીઃ ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ સિરીઝ રમશે. પ્રવાસમાં ટી20 અને વનડે સિરીઝ પર ક્રમશઃ 3-0 અને 2-0થી કબજો કર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ સિરીઝમાં પણ કેરેબિયન ટીમને હરાવવાની તક છે. બે ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ 22થી 26 ઓગસ્ટ સુધી એન્ટીગામાં રમાશે. આ બંન્ને ટીમોનો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ પ્રથમ મુકાબલો હશે. 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતનો ટેસ્ટ ઈતિહાસ (1948-2019) 71 વર્ષ જૂનો છે. આ દરમિયાન બંન્ને વચ્ચે અત્યાર સુધી 23 ટેસ્ટ સિરીઝ રમાઈ ચુકી છે, જેમાં ભારત 9 સિરીઝમાં વિજેતા રહ્યું છે. બંન્ને વચ્ચે 2 સિરીઝ ડ્રો રહી, જ્યારે 12 સિરીઝ પર કેરેબિયન ટીમનો કબજો કર્યો છે. 

તે પણ એક સમય હતો જ્યારે ક્રિકેટના બેતાજ બાદશાહ રહેલા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારતીય ટીમે સતત સિરીઝ ગુમાવી હતી. કેરેબિયન ટીમ વિરુદ્ધ તેને પ્રથમ સિરીઝ જીતવામાં 23 વર્ષ (1948/49-1970/71) લાગી ગયા હતા. 2002 બાદની સ્થિતિ એકદમ અલગ છે. આ સમયમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતીય ટીમ વિરુદ્ધ એક જીત માટે તડપી રહી છે. 

સિરીઝ સિઝન

વિજેતા

માર્જિન
વિન્ડીઝ ભારતમાં 2002/03 ભારત 2-0 (3)
ભારત વેસ્ટ ઈન્ડિઝમાં 2006 ભારત 1-0 (4)
ભારત વેસ્ટ ઈન્ડિઝમાં 2011 ભારત 1-0 (3)
વિન્ડીઝ ભારતમાં 2011/12 ભારત 2-0 (3)
વિન્ડીઝ ભારતમાં 2013/14 ભારત 2-0 (2)
ભારત વેસ્ટ ઈન્ડિઝમાં 2016 ભારત 2-0 (4)
વિન્ડીઝ ભારતમાં 2018/19 ભારત 2-0 (2)

વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ટીમ ઈન્ડિયાના રેકોર્ડની વાત કરીએ તો, ભારતે ત્યાં 13 વર્ષથી અપરાજીત છે. તેણે 2006થી અત્યાર સુધી ત્રણ સિરીઝ રમી છે, અને ત્રણેયમાં ભારતને જીત મળી છે. આ દરમિયાન ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં 11 ટેસ્ટ રમી અને 4મા તેને જીત મળી, જ્યારે 7 મેચ ડ્રો રહી છે. 2002થી 2019, એટલે કે આ 17 વર્ષોમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ કોઈપણ ટેસ્ટ મેચ ગુમાવ્યા વિના સતત 7 ટેસ્ટ સિરીઝ જીતી છે. આ દરમિયાન બંન્ને વચ્ચે 21 ટેસ્ટ રમાઇ, જેમાં ભારતનો 12 મેચમાં વિજય થયો છે. જ્યારે વિન્ડીઝની ટીમ એકપણ મેચ જીતી શકી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news