નવી દિલ્હીઃ આજીન પ્રતિબંધમાંથી નિકળીને મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin)નું ક્રિકેટ જીવન આજે સામાન્ય થઈ ગયું છે. પરંતુ ભારતના પૂર્વ કેપ્ટનનું કહેવું છે કે તેમને ખરેખર ખ્યાલ નથી કે તેમના પર પ્રતિબંધ કેમ લગાવવામાં આવ્યો. ડિસેમ્બર 2000મા બીસીસીઆઈએ મેચ ફિક્સિંગમાં સામેલ થવા પર અઝહર પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબી કાયદાકીય લડાઈ બાદ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે 2012મા આ પ્રતિબંધ પરત ખેંચી લીધો હતો. ક્રિકેટ પાકિસ્તાન.કોમને આપેલા ઈન્ટરવ્યૂમાં અઝહરે કર્યુ, જે કંઇ થયું, તે માટે હું કોઈને દોષી ઠેરવવા માગતો નથી. મને ખ્યાલ નથી કે મારા પર પ્રતિબંધ કેમ લગાવવામાં આવ્યો હતો. 


તેમણે કહ્યું, પરંતુ મે લડવાનો નિર્ણય લીધો અને મને ખુશી છે કે 12 વર્ષ બાદ મને સાચો ગણાવવામાં આવ્યો. હૈદરાબાદ ક્રિકેટ સંઘ (HCA)ના અધ્યક્ષ બનવા અને બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેવાથી મને ખુબ સંતોષ મળ્યો છે. 


ભારત માટે 99 ટેસ્ટમાં 6125 રન અને 334 વનડેમાં 9378 રન બનાવનાર અઝહરના નામ પર 2019મા રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવ્યું હતું. ભારતના ગુલાબી બોલથઈ પ્રથમ ટેસ્ટ મેચ પૂર્વે ઈડન ગાર્ડનની પ્રકિક્રમા કરનાત કેટલાક પસંદગીના ક્રિકેટરોમાં તે સામેલ હતા. 


500 ટેસ્ટ વિકેટઃ યુવરાજ સિંહની ફેન્સને અપીલ, બ્રોડની સિદ્ધિની કરો પ્રશંસા  


અઝહરે કહ્યુ કે, તેમને ટેસ્ટ મેચોની સદી ન પૂરી કરી શકવાનું કોઈ દુખ નથી. તેમણે કહ્યું, મારૂ માનવું છે કે જે પણ ભાગ્યમાં હોય છે, તે મળે છે. મને નથી લાગતું કે 99 ટેસ્ટનો મારો રેકોર્ડ તૂટશે કારણ કે સારો ખેલાડી તો 100થી વધુ ટેસ્ટ રમશે. 


તેમણે જણાવ્યું કે, કઈ રીતે પાકિસ્તાનના મહાન બેટ્સમેન ઝહીર અબ્બાસ (Zaheer Abbas)એ તેમને ખરાબ ફોર્મમાંથી નિકળવામાં મદદ કરી અને ત્યારબાદ તેમણે આ રીતે યૂનિસ ખાનની મદદ કરી. અઝહરે કહ્યુ, 1989ના પાકિસ્તાન પ્રવાસ માટે મારૂ પસંદગી ન થાય કારણ કે હું ખુબ ખરાબ ફોર્મમાં હતો. 


મને યાદ છે કે કરાચીમાં ઝહીર ભાઈ અમારી પ્રેક્ટિસ જોવા આવ્યા. તેમણે પૂછ્યુ કે હું જલદી આઉટ કેમ થઈ રહ્યો છે. મેં સમસ્યા જણાવી તો તેમણે મને ગ્રિપ થોડી બદલવાનું કહ્યું. મેં તે કહ્યું અને રન બનાવવા લાગ્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર