500 ટેસ્ટ વિકેટઃ યુવરાજ સિંહની ફેન્સને અપીલ, બ્રોડની સિદ્ધિની કરો પ્રશંસા


યુવરાજ સિંહે (Yuvraj Singh) ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ડ બ્રોડને 500 ટેસ્ટ વિકેટ હાસિલ કરવા માટે શુભેચ્છા આપી છે. યુવરાજે પોતાના ફેન્સને પણ બ્રોડની પ્રશંસા કરવાનું કહ્યું છે. 

500 ટેસ્ટ વિકેટઃ યુવરાજ સિંહની ફેન્સને અપીલ, બ્રોડની સિદ્ધિની કરો પ્રશંસા

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર (Stuart Broad)ને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ (England vs West Indies)ની પ્રથમ મેચમાં બહાર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી ટેસ્ટમાં જ્યારે સામેલ કરવામાં આવ્યો તો બ્રોડે પોતાના પ્રદર્શનથી બધા ટીકાકારોને શાંત કરી દીધા. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચમાં બ્રોડે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર સાતમો અને ઈંગ્લેન્ડનો બીજો બોલર બની ગયો છે. 

આ તકે ઘણા ખેલાડીઓએ તેને શુભેચ્છા આપી છે. શુભકામનાઓ આપનારમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) સામેલ છે. યુવરાજ અને બ્રોડનું નામ જ્યારે પણ એક સાથે આવે તો વર્લ્ડ ટી20મા યુવરાજ દ્વારા બ્રોડની એક ઓવરમાં ફટકારવામાં આવેલી છ સિક્સને યાદ કરવામાં આવે છે. 

— Yuvraj Singh (@YUVSTRONG12) July 29, 2020

પરંતુ આ તકે યુવરાજે પોતાના ફેન્સને તે વાત ભૂલીને બ્રોડને શુભેચ્છા આપવાની અપીલ કરી છે. યુવીએ ટ્વીટ કર્યુ, 'મને ખ્યાલ છે જ્યારે પણ હું  @StuartBroad8 વિશે કંઇ લખુ છું તો લોકો તેને છ સિક્સ વાળી ઘટના સાથે જોડી દે છે. આજે હું મારા બધા ફેન્સને અપીલ કરીશ જે તેણે હાસિલ કર્યું છે તેની પ્રશંસા કરે! 500 ટેસ્ટ વિકેટ કોઈ મજાક નથી. તેના માટે મહેનત, સમર્પણ અને દ્રઢ નિશ્ચયની જરૂર હોય છે. બ્રોડી, તું મહાન છે.'

દિગ્ગજોની લિસ્ટમાં સામેલ થયો બ્રોડ
મંગળવારે સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી. બ્રોડે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે, જેણે 800 વિકેટ ઝડપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news