Sachithra Senanayake Match fixing: શ્રીલંકાના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સચિત્રા સેનાનાયકે (Sachithra Senanayake) મેચ ફિક્સિંગ કેસમાં ખરાબ રીતે ફસાયા છે. મેચ ફિક્સિંગના આરોપમાં બુધવારે સચિત્રા સેનાનાયકેની ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2012માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરનાર સચિત્રા સેનાનાયકે અગાઉ તેની બોલિંગ એક્શનને કારણે ચર્ચામાં રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્યા રાશિમાં સૂર્યનું ગોચર, 3 રાશિઓનું ભાગ્ય બદલશે, 1 મહિના સુધી ચાંદી રહેશે
Jupiter Transit: માતા લક્ષ્મી આ 3 રાશિઓને બનાવશે માલામાલ, ઘરમાં રહેશે રોજ દિવાળી
શીતળા માતાના આ મંદિરમાં બાધા રાખશો બોલતા-ચાલતા થઇ જશે બાળકો, આજનું છે વિશેષ મહત્વ


મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ
સ્પોર્ટ્સ ભ્રષ્ટાચાર તપાસ યુનિટે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સચિત્રા સેનાનાયકેની (Sachithra Senanayake) ધરપકડ કરી જ્યારે તેમણે સવારે આત્મસમર્પણ કર્યું. ત્રણ અઠવાડિયા પહેલાં કોર્ટે તેમના વિદેશ જવા પર પ્રતિબંધ મૂક્યો હતો.  સેનાનાયકે પર 2020 લંકા પ્રીમિયર લીગની મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. તેમણે કથિત રીતે બે ખેલાડીઓને ટેલિફોન પર મેચ ફિક્સ કરવા માટે ઉશ્કેર્યા હતા.


વિદેશ જતાં પહેલાં વિચારી લેજો, આ 5 દેશમાંથી પરત ફરી રહ્યા છે NRI,આ રહ્યું કારણ
જલદી કરજો! 15000 સ્ટુડન્ટ અને 30 હજાર લોકોને વર્કિંગ વિઝા આપે છે આ દેશ, તક ચૂકતા નહી


વિદેશ જવા પર પ્રતિબંધ હતો
કોલંબોની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટે ગયા મહિને કંટ્રોલર જનરલ ઓફ ઈમિગ્રેશન એન્ડ ઈમિગ્રન્ટ્સને સચિત્રા સેનાનાયકે પર મુસાફરી પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો હતો. એટર્ની જનરલ વિભાગને કોર્ટનો આ આદેશ મળ્યો છે. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે એટર્ની જનરલને રમત મંત્રાલયના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ તરફથી પૂર્વ ઑફ-સ્પિનર ​​વિરુદ્ધ ફોજદારી આરોપો ઘડવાની સૂચનાઓ મળી છે.


Asia Cup 2023 સુપર-4માં ભારત ક્યારે અને કઈ ટીમ સામે ટકરાશે, આ છે સંપૂર્ણ શિડ્યૂલ
આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ભૂક્કા બોલાવશે મેઘરાજા, એલર્ટ જાહેર


શ્રીલંકા માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યો
38 વર્ષીય સચિત્રા સેનાનાયકે 2012 અને 2016 વચ્ચે શ્રીલંકા માટે એક ટેસ્ટ, 49 ODI અને 24 T20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. સચિત્રા સેનાનાયકે આ ટેસ્ટમાં એકપણ વિકેટ મેળવી શક્યો ન હતો. આ સાથે જ તેણે ODIમાં 53 અને T20માં 25 વિકેટ ઝડપી હતી. અગાઉ, શ્રીલંકાના ઓફ સ્પિનરને મે 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન શંકાસ્પદ બોલિંગ એક્શન માટે આઈસીસી દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. લોર્ડ્સમાં ચોથી ODI દરમિયાન, તેણે કેટલાક બોલ ફેંકતી વખતે તેની કોણીને 15 ડિગ્રીથી વધુ નમાવી હતી.


અહીં સમુદ્રમાં બનાવવામાં આવી રહ્યા છે આલીશાન ઘર, સપનામાં પણ વિચાર્યું નહી હોય
ISRO Salary: ISROમાં 10 પાસને કેટલો મળે છે પગાર, કેવી રીતે થાય છે પસંદગી?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube