શીતળા માતાના આ મંદિરમાં બાધા રાખશો બોલતા-ચાલતા થઇ જશે બાળકો, આજે ભક્તો પુરી કરે છે માનતા

Satam Aatham 2023 : આ મંદિરમાં નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે તેવું માનવામાં આવે છે.

શીતળા માતાના આ મંદિરમાં બાધા રાખશો બોલતા-ચાલતા થઇ જશે બાળકો, આજે ભક્તો પુરી કરે છે માનતા

Shitala Mata Temple : આજે શીતળા સાતમ નિમિતે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બિરાજતા શીતળા માતાજીના મંદિરનું ખાસ મહત્વ ગણાય છે. બાળકોને માતાજીનાં દર્શન કરાવવા માટે માટે અનેક પરિવારો તેમને અહીં લઈને દર્શનાર્થીઓ આવે છે. ના માત્ર મોરબી, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મહિલાઓ પોતાના સંતાનોની તંદુરસ્તી માટે અહી પ્રાર્થના કરવા આવે છે. તો મહિલાઓએ પોતાના બાળકો માટે માનેલી માનતાઓ પણ આજના દિવસે અહીં આવીને પૂરી કરે છે. ત્યારે બાળકો માટે મંદિરના પટાંગણના મેળો યોજાઈ છે, જેનો શીતળા માતાજીના મંદિરે આવતા ભક્તોને લાભ મળે છે. 

શ્રાવણ મહિનો એટલે કે તહેવારનો મહિનો કહેવામાં આવે છે. આ દરમ્યાન આજે શીતળા સાતમ હોવાથી ગામો ગામ શીતળા માતાજીના મંદિરે લોકો પોતાના નાના બાળકોને લઈને દર્શન કરવા માટે જતા હોય છે. તેવી જ રીતે મોરબીમાં વર્ષો પહેલા મચ્છુ નદીના કાંઠે શીતળા માતાજી પ્રગટ થયા હતા. જેના બાદ મોરબીના લોકોએ તેમની સ્થાપના કરી હતી. આજે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો અહીં દર શીતળા સાતમે આવે છે. 

ખાસ કરીને નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે તેવું અહીં માનવામાં આવે છે. તેમજ માતાજીના દર્શન કરવાથી ઓરી, અછબડા સહિતના રોગમાંથી પણ બાળકોને મુક્તિ મળે છે તેવુ પણ લોકો માને છે. તેથી માતાજીનાં દર્શન કરવા માટે મહિલાઓ બાળકોની સાથે આવે છે. સા શ્રીફળ, કુલેર સહિતની પ્રસાદી પણ લાવતા હોય છે. આટલું જ નહિ મંદિરના પટાંગણમાં બેસીને મહિલાઓ શીતળા માતાજીની વાર્તાનું શ્રવણ પણ કરે છે.

શીતળા સાતમના દિવસે ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. શ્રાવણ વદ સાતમનું ગુજરાતી પંચાગમાં વિશેષ મહત્વ છે. આજે મહિલાઓ શીતળા માતાને ભાવથી ભોગ લગાવવા મંદિરે પહોંચે છે. રાંધણ છઠના દિવસે ઘરે બનાવેલા વિવિધ પકવાનોના માતાને ભોગ ધરવામાં આવી રહ્યાં છે. લાડુ, ઢેબરાં, થેપલા, શીરાનો મંદિરમાં માતાને ભોગ લગાવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ છે. સાથે જ પોતાના સંતાનો અને ઘરના તમામ સભ્યોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આ દિવસે પૂજન વિધિ ખાસ મહત્વ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news