લંડનઃ ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને જ્યારે ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સને સુપરહ્યૂમન શીર્ષક લગાવી દીધું તો તેના શબ્દોમાં બનાવત નહતી. આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલમાં તેનું જે પ્રદર્શન રહ્યું તે શાનદાર હતું. સાથે ટીમને ફાઇનલ સુધીની સફરમાં તેણે મહત્વનું યોગદાન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઇનલમાં શાનદાર ઈનિંગ રમી હીરો બનનાર સ્ટોક્સ એક વર્ષ પહેલા વિલન, કલંક, ખરાબ બાળક હતો. પરંતુ મેદાન પર તેના પ્રદર્શને નક્કી કરી દીધું કે તે હવે રાષ્ટ્રીય હીરો કહેવાશે. ઇયાન બોથમની સાથે ઈંગ્લેન્ડનો મહાન ઓલરાઉન્ડર ખેલાડી. 25 સપ્ટેમ્બર 2017ના એક નાઇટ ક્લબની બહાર સ્ટોક્સના ધરપકડના સમાચાર આવ્યા હતા. બાદમાં કહેવામાં આવ્યું કે, તે માત્ર બે માસૂમ લોકોનો બચાવ કરી રહ્યો હતો. તે ઘટનાનો જે વીડિયો સામે આવ્યો તેનાથી ખ્યાલ આવ્યો કે તે બે લોકોની સાથે મારપીટ કરી રહ્યો હતો. 


ત્યારબાદ તેને મદદ ન મળી. તે મામલાની સુનાવણીનો નિર્ણય ન આવવા સુધી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. 11 મહિના બાદ સ્ટોક્સને નિર્દોષ સાબિત કરવામાં આવ્યો હતો. પરંતુ રવિવારે તેમાં પરિવર્તન આવી ગયું. તેણે એકતરફી અંદાજમાં ઈંગ્લેન્ડને ફાઇનલમાં ઐતિહાસિક જીત અપાવી હતી. મેચ બાદ મોર્ગને સ્ટોક્સની પ્રશંસા કરી હતી. 


મોર્ગને કહ્યું, 'તે જ્યાં હતા ત્યાંથી આવવું અવિશ્વસનીય છે. તે લગભગ સુપરહ્યૂમન છે. તે ખરેખર ટીમનો અને અમારા બેટિંગ ક્રમનો ભાર ઉઠાવે છે. હું જાણું છું કે જોસ બટલર અને તેની ભાગીદારી શાનદાર રહી, પરંતુ નિચલા ક્રમની સાથે બેટિંગ કરવી તે પણ કઈ રીતે તેણે કરી તે અવિશ્વસનીય હતું.'


તેણે કહ્યું, 'માહોલ, જે ભાવનાઓ મેચ દરમિયાન ચાલી રહી હતી, તેણે શાનદાર રીતે સંભાળી. દરેક જે ટીવી પર મેચ જોઈ રહ્યાં હશે તે બેન સ્ટોક્સ બનવા ઈચ્છશે. મોર્ગને ટી20 વિશ્વ કપ 2016ની તે ફાઇનલ મેચ પણ યાદ કરી જેમાં વેસ્ટ ઈન્ડિઝના કાર્લોસ બ્રેથવેટે સ્ટોક્સ પર ચાર છગ્ગા મારીને ઈંગ્લેન્ડ પાસેથી જીત છીનવી લીધી હતી.'

ઈસીબીએ નકાર્યો 'ઓવરથ્રો' વિવાદ, કહ્યું- અમે વિશ્વ ચેમ્પિયન છીએ

મોર્ગને કહ્યું, 'હા, મેં ઘણીવાર કહ્યું છે કે કોલકત્તામાં જે સ્ટોક્સની સાથે થયું હતું તે બીજા કોઈ સાથે થયું હોત તો કરિયર બરબાદ થઈ ગયું હોત. સ્ટોક્સ ઘણી તકે એકલો અને અમારી સાથે ઉભો રહ્યો. આજનો દિવસ તેનો શાનદાર દિવસ હતો અને અમે તેના આભારી છીએ.' ખરેખર લોર્ડ્સમાં જે થયું ત્યારબાદ ઘણી સંભાવનાઓ છે કે સ્ટોક્સને સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડી તરીકે યાદ કરવામાં આવશે.