IPL પહેલા સુનીલ ગાવસ્કરની સૌથી મોટી ભવિષ્યવાણી, તમામ ટીમો પર ભારે પડશે આ ઘાતક ખેલાડી
મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે શુક્રવારે જણાવ્યું છે કે સૂર્યકુમાર યાદવ માટે આ વર્ષની આઈપીએલ 2022ની સીઝનમાં ફરીથી સારું પ્રદર્શન કરી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ફાઈનલ કરવાનો સોનેરી મોકો છે.
નવી દિલ્હી: ગણતરીના દિવસો બાદ આઈપીએલ 2022ની શરૂઆત થનાર છે. પ્રશંસકોમાં જબરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને હોય પણ કેમ નહીં... આ વર્ષે 8 ટીમો નહીં પરંતુ 10 ટીમો આઈપીએલમાં જોવા મળશે. આ વર્ષે ઘણા યુવા ખેલાડીઓને જોવા માટ ફેન્સ એકદમ તૈયાર છે. ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે આઈપીએલ પહેલા એક ભવિષ્યવાણી કરી નાંખી છે. ગાવસ્કરે તે ખેલાડીનું નામ બતાવ્યું છે જે આ વર્ષે આઈપીએલમાં સૌથી બેસ્ટ હશે.
ગાવસ્કરે કરી નાંખી ભવિષ્યવાણી
મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે શુક્રવારે જણાવ્યું છે કે સૂર્યકુમાર યાદવ માટે આ વર્ષની આઈપીએલ 2022ની સીઝનમાં ફરીથી સારું પ્રદર્શન કરી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ફાઈનલ કરવાનો સોનેરી મોકો છે. પાંચ વખતની ચેમ્પિયન રૂપમાં, મુંબઈ ઈન્ડિયન્સ 27 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં પંતની આગેવાની હેઠળ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે અને તમામની નજર સૂર્યકુમાર યાદવ પર રહેશે, જેમણે ગત આઈપીએલ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ગાવસ્કરે કરી પ્રશંસા
ગાવસ્કરે જણાવ્યું કે, સૂર્યકુમાર યાદવ માટે ગત સીઝન શાનદાર રહી છે અને આઈપીએલ 2022 તેમના માટે આ સીઝનમાં ફરીથી સારું પ્રદર્શન કરી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ફાઈનલ કરવાનો મોકો છે. T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો નિર્ણય મોટાભાગે IPLના પ્રદર્શન પરથી થાય છે. તેથી, યાદવને ઓસ્ટ્રેલિયા જવા રવાના થનારી ટીમમાં પસંદગીની તકો વધારવા માટે આ અદ્ભુત તક મળી છે.
વોર્નર વિશે આ વાત કહી
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર વિશે વાત કરતા ગાવસ્કરે કહ્યું, 'વોર્નરની કારકિર્દીના આ તબક્કે તેણે પોતાના સિવાય કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. ગત વર્ષ તેના માટે સારું રહ્યું ન હતું, પરંતુ આ વખતે તે દિલ્હી કેપિટલ્સ માટે વધુ સારું પ્રદર્શન કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube