IPL: શાહરૂખ ખાનની ટીમ કેકેઆરને રાહત, સુનીલ નરેનની બોલિંગ એક્શનને મળી લીલી ઝંડી
Sunil Narine bowling action cleared: કોલકત્તા નાઇટ રાઇડર્સના સ્પિનર સુનીલ નરેનની બોલિંગ એક્શનને રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની શંકાસ્પદ બોલિંગ એક્શન સમિતિએ સ્પષ્ટ ગણાવી છે.
અબુધાબીઃ કોલકત્તા નાઇટ રાઇડર્સના સ્પિનર સુનીલ નરેન (Sunil Narine bowling action cleared)ની બોલિંગ એક્શનને રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શંકાસ્પદ બોલિંગ એક્શન સમિતિએ સ્પષ્ટ ગણાવી દીધી છે. શંકાસ્પદ બોલિંગ એક્શન માટે નરેન વિરુદ્ધ પાછલા સપ્તાહે ફરિયાદ નોંધવામાં આવી હતી. પાછલા શનિવારે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ નાઇટ રાઇડર્સના મુકાબલા દરમિયાન નરેનની ફરિયાદ કરવામાં આવી અને જો ફરી આમ થયું હોત તો તેને લીગમાં બોલિંગથી પ્રતિબંધિત કરી દેવામાં આવત.
ખેલાડી અને ફ્રેન્ચાઇઝીને તે સમયે રાહત મળી જ્યારે આઈપીએલની સમિતિએ તેના બોલિંગ એક્શનને સાફ ગણાવી છે. આઈપીએલે નિવેદનમાં કહ્યું, કોલકત્તા નાઇટ રાઇડર્સના ખેલાડી સુનીલ નરેનની બોલિંગ એક્શનને આઈપીએલની શંકાસ્પદ બોલિંગ એક્શન સમિતિએ સ્પષ્ટ ગણાવી છે. ફરિયાદ થયા બાદ નરેનને આઈપીએલની ચેતવણી યાદીમાં રાખવામાં આવ્યો હતો.
નાઇટ રાઇડર્સે વિશિષ્ટ સમિતિને નરેનની એક્શનની સત્તાવાર આકારણી કરવાનો આગ્રહ કર્યો હતો અને પાછળ તથા સાઇડના કોણથી તેની એક્શનની સ્લો મોશન ફુટેજ પણ સોંપી હતી. તેમણે કહ્યું, સમિતિએ નરેનની એક્શનની ફુટેજના બધા બોલની સાવચેતીથી સમીક્ષા કરી અને તે નિષ્કર્ષ પર પહોંચી છે કે એવું લાગે છે કે તેની કોણી સ્વીકૃત મર્યાદાની અંદર વળે છે.
ફરી વિવાદોમાં IPL, ડ્રેસિંગ રૂમમાં સ્મોકિંગ કરતો જોવા મળ્યો આરોન ફિન્ચ, જુઓ Video
નિવેદન અનુસાર સમિતિએ સાથે કહ્યું કે, નરેન આઈપીએલ 2020ની મેચોમાં તે એક્શનની સાથે બોલિંગ કરશે જેની વીડિયો ફુટેજ સમિતિને સોંપવામાં આવી છે. આ 32 વર્ષના ક્રિકેટરને હવે આઈપીએલની શંકાસ્પદ એક્શન ચેતવણીની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યો છે.
નરેનને 2015મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને તેની બોલિંગ એક્શન ગેરકાયદેસર લાગી હતી. પરંતુ 2016મા તેને સુધારવાદી એક્શનની સાથે રમતના તમામ ફોર્મેટમાં બોલિંગની મંજૂરી આપવામાં આવી. પાકિસ્તાન સુપર લીગ 2018 દરમિયાન પણ નરેનની એક્શનની ફરિયાદ થઈ પરંતુ અંતે તે યોગ્ય હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube