IPL 2021: સનરાઇઝર્સને લાગ્યો ઝટકો, આ સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડી નહીં રમે
ક્રિકબઝ અનુસાર તેણે પોતાના નિર્ણયની જાણકારી બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદને આપી દીધી છે.
નવી દિલ્હીઃ આઈપીએલ શરૂ થતા પહેલા ડેવિડ વોર્નર (David Warner) ની આગેવાનીવાળી સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ આઈપીએલ 2021માંથી હટી ગયો છે. તેમણે લાંબા સમય સુધી કોરોના પ્રોટોકોલમાં રહેવાની ના પાડી છે. આવું પ્રથમવાર નથી જ્યારે માર્શ કોઈ કારણે આઈપીએલમાંથી હટી ગયો હોય. માર્શ પાછલા વર્ષે શરૂઆતી મેચમાં ઈજાગ્રસ્ત થતા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે મિશેલ માર્શના સ્થાને ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જેસન રોયને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જેસન રોય હવે હૈદરાબાદ તરફથી રમશે.
ક્રિકબઝ અનુસાર તેણે પોતાના નિર્ણયની જાણકારી બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદને આપી દીધી છે. માર્ચ પાછલા વર્ષે 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સની પ્રથમ મેચમાં બોલિંગ કરવા આવ્યો હતો. ત્યારે તે ચાર બોલ ફેંકી શક્યો, કારણ કે પોતાના બોલ પર ફિન્ચનો શોટ રોકવા દરમિયાન તેના પગની પેનીમાં ઈજા થઈ હતી.
આ પણ વાંચોઃ ICC RANKINGS: વનડે રેન્કિંગમાં કોહલી ટોપ પર યથાવત, બુમરાહને થયું નુકસાન
11 એપ્રિલથી સનરાઇઝર્સ કરશે પોતાના અભિયાનનો પ્રારંભ
સનરાઇઝર્સ હૈદરાબાદ આ વર્ષે 11 એપ્રિલે પોતાનો પ્રથમ મુકાબલો રમવા ઉતરશે. સનરાઇઝર્સની સામે શાહરૂખ ખાનની ટીમ કોલક્તા નાઇટ રાઇડર્સ હશે. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો ચેન્નઈમાં રમાશે. હૈદરાબાદની અંતિમ મેચ પણ કોલકત્તા સામે હશે. આ મેચ બેંગલુરૂમાં 21 મેએ રમાશે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમઃ ડેવિડ વોર્નર, કેન વિલિયમસન, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, રિદ્ધિમાન સાહા, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અભિષેક શર્મા, અબ્દુલ સમાદ, વિરાટ સિંઘ, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, શાહબાઝ નદીમ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન , સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, બેસિલ થાંપી, જગદીશ સુચિત, કેદાર જાધવ, મુજીબ ઉર રહેમાન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube