IPL 2020: CSK vs SRH Live Score Update, હૈદરાબાદે સીએસકેને 7 રનથી હરાવી
આઇપીએલ 2020 (IPL 2020) ના 14મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) એ ચેન્નઇ સુપરકિંગ્સ (CSK)ને 20 ઓવરમાં 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નાઈ ટીમ તરફથી દીપક ચાહરે સૌથી વધારે 2 વિકેટ લીધી છે
દુબઇ: આઈપીએલ 2020 (IPL 2020)ના 14માં મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમને 7 રનથી હરાવી છે. હૈદરાબાદની આ ટૂર્નામેન્ટમાં સતત બીજી વખત જીત છે.
આ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી મળેલા 165 રનના ટાર્ગેટનો પીછો કરતા સુપરકિંગ્સ (CSK)એ 20 ઓવરમાં 157-5 રનનો સ્કોર બનાવ્યો હતો. આ પહેલા હૈદરાબાદ તરફથી પ્રિયમ ગર્ગે નોટઆઉટ રહી 51 રનનો શાનદાર બેટિંગ કરી હતી. બીજી તરફ સીએસકે તરફથી રવીન્દ્ર જાડેજાએ 50 અને કેપ્ટન ધોનીએ નોટઆઉટ 47 રન બનાવ્યા.
હૈદરાબાદ સામે સીએસકેની હાર
આઇપીએલ 2020ના રોમાંચક મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે સીએસકેની ટીમને 7 રનથી હરાવી આ ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે.
ભૂવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતા મેદાનમાંથી બહાર
હૈદરાબાદના ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર ઈનિંગ્સની 19મી ઓવરમાં ઈજાગ્રસ્ત થતા મેદાનથી બહાર જતો રહ્યો છે.
અર્ધસદી ફટકારી આઉટ થયો જાડેતા
રવીન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 35 હોલમાં 50 રન બનાવ્યા. ત્યારબાદ તે નટરાજના બોલ પર કેચ આઉટ થયો. જણાવી દઇએ કે, આ જાડેજાએ આઇપીએલ કરિયરની પ્રથમ અર્ધસધી રહી.
રવીન્દ્ર જાડેજાએ ફટકારી સતત ફોર
સીએસકેની હારને ટાળવા માટે રવીન્દ્ર જાડેજાએ હૈદરાબાદના ભૂવનેશ્વર કુમાર પર નિશાન સાધતા એક ઓવરમાં સતત ત્રણ ફોર ફટકારી.
ફ્લોપ રહ્યો જાધવ
સતત ખરાબ ફોર્મથી રમી રહેલા સીએસકેના બેટ્સમેન કેધાર જાધવ 3 રન બનાવી હૈદરાબાદના અબ્દુલ સમદનો પ્રથમ શિકાબ બન્યો.
સીએસકેને લાગ્યો મોટો ઝટકો
ચેન્નાઈ સુપરકિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. શાનદાર બેટિંગ કરી રહેલા ફાક ડુપ્લેસિસ 22 રન બનાવી રન આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો છે.
અંબાતી રાયડુ થયો બોલ્ડ
વોટસનના આઉટ થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સને ઇન-ફોર્મ બેટ્સમેન અંબાતી રાયડુ તરીકે બીજો ઝટકો લાગ્યો છે. રાયડુ 8 રન કરી હૈદરાબાદના પેસર ટી નટરાજના બોલ પર બોલ્ડ થયો.
ફરીથી નિષ્ફળ ગયો વોટસન
છેલ્લી 3 મેચમાં પોતાના બેટથી કંઇક ખાસ પ્રદર્શન ન કરતા સીએસકેના ઓપનર શેન વોટસન 1 રન બનાવી ભુવનેશ્વર કુમારની બોલ પર પ્લેડાઉન થઈ આઉટ થયો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ્સ શરૂ
165 રનના ટાર્ગેટનો પીછો કરતાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. સીએસકે ઓપનર ક્રીઝ પર હાજર.
સનરાઇઝર્સ હૈદરાબાદે સીએસકેને આપ્યો 165 રનનો ટાર્ગેટ
પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદએ 20 ઓવરમાં 164-5 રન બનાવ્યા હતા, જેના આધારે ચેન્નઈ સુપર કિંગ્સને 165 રનનો ટાર્ગેટ મળ્યો.
ગર્ગએ ફટકારી પ્રથમ આઇપીએલ ફીફ્ટી
યુવા ભારતીય બેટ્સમેન પ્રિયમ ગર્ગે હૈદ્રાબાદ તરફ્થી આઇપીએલમાં 23 બોલમાં પોતાની શાનદાર ફીફ્ટી પુરી કરી.
અભિષેકને મળ્યા બે જીવતદાન
હૈદ્રાબાદના બેટ્સમેન અભિષેક શર્માને ઇનિંગની 18મી ઓવરમાં બે બોલમાં સતત બે જીવતદાન મળ્યા. પહેલાં સીએસકેના રવિન્દ્ર જાડેજા તરફથી અને પછી શાર્દૂલ ઠાકુરે દીપક ચાહરના બોલ પર તેમનો કેચ છુટ્યો.
ગર્ગ અને અભિષેક બન્યા સંકટમોચન
હૈદ્રાબાદની ટીમે બે સતત વિકેટ લીધા બાદ ટીમના બેટ્સમેન અભિષેક શર્મા અને પ્રિયમ ગર્ગએ મોરચો સંભાળી લીધો છે.
વોર્નર-વિલિયમસન આઉટ
સનરાઇઝર્સ હૈદ્રાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર અને કેન વિલિયમસન ઇનિંગની 11મી ઓવરમાં આઉટ થઇ ગયા છે. વોર્નરને પીયૂષ ચાવલાએ કેચ આઉટ, જ્યારે બીજા બોલમાં કેન આઉટ થયા હતા.
પાંડેનો શો સમાપ્ત
હૈદ્વાબાદના મનીષ પાંડે શાનદાર રીતે બેટીંગ કરી રહ્યા હતા, પરંતુ ચેન્નઇ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુઅરે પાંડેએ 29 રન પર કેચ આઉટ કરી દીધા.
પાવરપ્લેમાં સનરાઇઝર્સની શાનદાર રમત
સનરાઇઝર્સ હૈદ્રાબાદની ટીમે પાવપ્લેમાં સારી રમતા રમતાં પહેલી 6 ઓવરમાં 42-1 સ્કોર બનાવ્યો.
મનીષ પાંડેની તોફાની ઇનિંગ
હૈદ્રાબાદના બેટ્સમેન મનીષ પાંડે સારા લયમાં બેટીંગ કરતાં 5 રન બનાવી ચૂક્યા છે.
બેયરસ્ટો ક્લીન બોલ્ડ
સનરાઇઝર્સ હૈદ્રાબાદબાદને પહેલી જ ઓવરમાં સીએસકેના પેસર દીપક ચાહરે જોની બેયરસ્ટોને શૂન્ય પર ક્લીન બોલ્ડ કરીને પહેલો આંચકો આપ્યો છે.
સનરાઇઝર્સ હૈદ્રાબાદની ઇનિંગ શરૂ
સીએસકે વિરૂદ્ધ ટોસ જીતીને પહેલાં બેટીંગ કરતાં સનરાઇઝર્સ હૈદ્રાબાદની ઇનિંગ શરૂ થઇ ગઇ છે. ટીમના બંને ઓપનર બેટ્સમેન મેદાન પર.