શારજાહઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. આજે રમાયેલી સીઝનની 52મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 5 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. હૈદરાબાદે પ્લેઓફમાં પહોંચવા માટે હવે પોતાની અંતિમ મેચમાં મુંબઈને હરાવશે તો વોર્નરની ટીમ પ્લેઓફમાં પહોંચી જશે. બીજીતરફ હવે બેંગલોરે પ્લેઓફમાં પહોંચવા માટે સોમવારે પોતાની અંતિમ મેચમાં દિલ્હીને પરાજય આપવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચ બાદ આરસીબીની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આરસીબીએ 13 મેચમાં 7માં જીત અને છ મેચમાં પરાજયનો સામનો કર્યો છે. જ્યારે હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં છઠ્ઠી જીત છે. તે 13 મેચમાં સાત હાર સાથે ચોથા સ્થાને છે. 


હૈદરાબાદની શરૂઆત ખરાબ
આરસીબીએ આપેલા 121 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદને બીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. કેપ્ટન ડેવિડ વોર્નર (8) રન બનાવી વોશિંગટન સુંદરનો શિકાર બન્યો હતો. હૈદરાબાદે પાવરપ્લેમાં એક વિકેટે 58 રન બનાવ્યા હતા.  મનીષ પાંડે અને રિદ્ધિમાન સાહાએ બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 60 રન હતો ત્યારે પાંડે (26)ને ચહલે આઉટ કર્યો હતો. મનીષ પાંડેએ 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 


ટીમને સાહાના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. સાહા (39)ને ચહલે સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. સાહાએ 32 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. કેન વિલિયમસન 8ને ઉડાનાએ વિરાટના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. અભિષેક શર્મા 8 રન બનાવી નવદીપ સૈનીનો શિકાર બન્યો હતો.  


અંતમાં જેસન હોલ્ડરે 10 બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે અણનમ 26 રન બનાવી ટીમને જીત અપાવી હતી. બેંગલોર તરફથી ચહલે બે, સુંદર, સૈની અને ઉડાનાએ એક-એક વિકેટ ઝડપી હતી. 


DCvsMI: મુંબઈનો 9 વિકેટે ભવ્ય વિજય, બુમરાહ-બોલ્ટ અને ઈશાન કિશન રહ્યા મેચના હીરો


બેંગલોરનો ધબડકો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ઈનિંગની ત્રીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. દેવદત્ત પડીક્કલ (5)ને સંદીપ શર્માએ બોલ્ડ કર્યો હતો. બેંગલોરે 13 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી (7)ને સંદીપ શર્માએ કેન વિલિયમસનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આઈપીએલમાં અત્યાર સુધી સંદીપ શર્માએ સાતમી વખત કોહલીની વિકેટ ઝડપી હતી. પાવરપ્લેમાં બેંગલોરે 2 વિકેટે 30 રન બનાવ્યા હતા. 


ત્યારબાદ જોશ ફિલિપે અને એબી ડિવિલિયર્સે ત્રીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 71 રન હતો ત્યારે ડિવિલિયર્સ (24) રન બનાવી નદીમનો શિકાર બન્યો હતો. ફિલિપે (32)ને રાશિદ ખાને મનીષ પાંડેના હાથે કેચ આઉટ કરાવીને બેંગલોરને ચોથો ઝટકો આપ્યો હતો. વોશિંગટન સુંદરે 21 અને ગુરકીરત માને અણનમ 15 રન બનાવ્યા હતા. ક્રિસ મોરિસ 3 રન બનાવી અને ઉડાના શૂન્ય પર આઉટ થયા હતા. આ બંન્ને સફળતા હોલ્ડરને મળી હતી. 


હૈદરાબાદ તરફથી સંદીપ શર્માએ 4 ઓવરમાં 20 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય હોલ્ડરે 4 ઓવરમાં 27 રન આપીને બે તથા રાશિદ ખાન, ટી નટરાજન અને નદીમને એક-એક સફળતા મળી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર