નવી દિલ્હીઃ MS Dhoni Records, CSK vs RR : ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ બુધવારે ઈતિહાસ રચી દીધો છે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઈપીએલ-2023ની મેચમાં જ્યારે ધોની ટોસ માટે ઉતર્યો તો તેણે પહેલાં એક મોટો કીર્તિમાન હાસિલ કરી લીધો છે. ધોનીએ ટોસ જીત્યો અને રાજસ્થાનને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા પણ આ રેકોર્ડથી ખુબ દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીનો આ ખાસ કીર્તિમાન
ભારતને પોતાની આગેવાનીમાં બે વિશ્વકપ ટ્રોફી અપાવનાર ધોનીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં ટોસની સાથે એક મોટી સિદ્ધિ મેળવી છે. તે સીએસકે માટે 200મી વખત કેપ્ટનશિપ કરવા ઉતર્યો. કોઈ એક ટીમ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આટલી વધુ મેચમાં ટીમની કમાન સંભાળનાર ધોની એકમાત્ર ખેલાડી છે. તે આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે, જેના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ચાર વખત ચેમ્પિયન બની છે. 


આ પણ વાંચોઃ Suryakumar Yadav: સૂર્યા પર 'ગ્રહણ': 6 ઇનિંગ્સમાં 4 ગોલ્ડન ડક્સ... જાણો શું છે કારણ?


213 મેચમાં સંભાળી કમાન
41 વર્ષના એમએસ ધોનીએ આઈપીએલમાં અત્યાર સુધી કુલ 214 મેચ કેપ્ટન તરીકે રમી છે. તેણે 200 વખત ચેન્નઈ સુપર કિંગ્સ માટે તો 14 વખત રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ મ માટે ટીમની કમાન સંભાળી છે. આ બંનેને મળીને ધોનીએ 87 મેચમાં જીત મેળવી છે. કેપ્ટન તરીકે તેની જીતની ટકાવારી 58.96 છે, જે અન્ય કેપ્ટનો કરતા વધુ છે. બીજા નંબર પર રોહિત શર્મા છે, જેની જીતની ટકાવારી 56.16 છે. 


રોહિત અને વિરાટ છે ખુબ પાછળ
IPLમાં કેપ્ટનશિપના મામલે રોહિત શર્મા અને વિરાટ કોહલી ધોનીથી ઘણા પાછળ છે. રોહિત શર્માએ અત્યાર સુધી 146 IPL મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કપ્તાની સંભાળી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 140 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાં 64માં જીત અને 69માં હાર થઈ હતી.


આ પણ વાંચોઃ Fantasy Sports: Rohit, Hardik, Ganguly અને અભિનેતાઓ વિરુદ્ધ જાહેરહિતની અરજી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube