Fantasy Sports: Rohit, Hardik, Ganguly અને અભિનેતાઓ વિરુદ્ધ જાહેરહિતની અરજી, સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાનો આરોપ

Fantasy Cricket Gambling PIL Filed Against Cricketers and Actors: પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ખેલાડીઓ અને અભિનેતાઓ આઈપીએલ સંબંધિત વિવિધ ઓનલાઈન ગેમ્સ દ્વારા સટ્ટાબાજીમાં સામેલ કરીને યુવાનોના વર્તમાન અને ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે.
 

Fantasy Sports: Rohit, Hardik, Ganguly અને અભિનેતાઓ વિરુદ્ધ જાહેરહિતની અરજી, સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાનો આરોપ

નવી દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુરના એક સામાજિક કાર્યકર્તાએ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી, વર્તમાન કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, અભિનેતા આમિર ખાન અને અન્ય લોકો વિરુદ્ધ સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા જિલ્લા કોર્ટમાં PIL દાખલ કરી છે.

તમન્ના હાશ્મીએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે આ ખેલાડીઓ અને અભિનેતાઓ IPL સંબંધિત વિવિધ ઓનલાઈન ગેમ્સ દ્વારા સટ્ટાબાજીમાં સામેલ કરીને યુવાનોના વર્તમાન અને ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે.

હાશ્મીએ કહ્યું, “આ લોકો દેશના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમને સટ્ટાબાજીમાં સામેલ કરવા મજબૂર કરી રહ્યા છે. તેઓ તેમને આકર્ષક ઈનામો આપીને લલચાવી રહ્યા છે, પરંતુ સાથે-સાથે તેઓ યુવાનોને સટ્ટાબાજીની લત પણ લગાડી રહ્યા છે. ક્રિકેટ અને ફિલ્મ આઇકન ઘણા ગેમિંગ શોને પ્રમોટ કરે છે અને લોકોને IPL ટીમ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આમાંના કેટલાક લોકો ઇનામ જીતી રહ્યા છે, પરંતુ તે જુગારની લતમાં પણ પરિણમે છે.

તમન્ના હાશમીએ કહ્યુ કે  આજકાલ વિવિધ પ્રકારની મોબાઇલ ગેમિંગ એપના માધ્યમથી ટીમ બનાવી જાહેરમાં મોટા પાયા પર સટ્ટો રમાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ લોકો કરોડો રૂપિયા લઈને તેનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. દેશના કરોડો યુવા તથા કિશોર આ લોકોને પોતાનો આદર્શ માની રહ્યાં છે અને દરરોજ કરોડો રૂપિયા ગુમાવી રહ્યાં છે. 

આરોપીઓના પ્રચારના પ્રભાવ હેઠળ કરોડો યુવાનો અને કિશોરોના જીવ સાથે રમત રમી રહ્યા છે. આ દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે. આ મામલાની સુનાવણી 22 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તમન્ના હાશ્મીએ ભૂતકાળમાં પણ ઘણા દિગ્ગજો વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news