નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા (Team India)ના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ને પત્ર લખ્યાના એક દિવસ પછી પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)ને પણ પત્ર લખ્યો છે. આ જાણકારી રૈનાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૈનાએ લખ્યું, જ્યારે અમે રમીએ છે, ત્યારે અમે અમારું લોહી અને પરસેવો દેશના નામ કરીએ છે. તેનાથી સારી પ્રશંસા બીજી કોઇ હઇ શકે નહીં જ્યારે લોકો પાસેથી પ્રેમ મળે છે અને દેશના પીએમનું સ્નેહ પ્રાપ્ત થયા છે. નરેન્દ્ર મોદીજી પણ તમારી પ્રશંસા ભર્યા શબ્દો અને શુભકામનાઓ માટે આભાર. હું કૃતજ્ઞતાથી તેને સ્વીકાર કરું છું. જય હિંદ.


આ પણ વાંચો:- PM મોદીએ ધોનીને લખ્યો પત્ર, માહીએ આપ્યો આ જવાબ


મોદીએ તેમના પત્રમાં વધુમાં લખ્યું, પેઢીઓ ના માત્ર તમને એક સારા બેટ્સમેન તરીકે યાદ રાખશે પરંતુ એક ઉપયોગી બોલર તરીકે પણ તમારો રોલ ભૂલી શકશે નહીં. તમે એક એવા બોલર રહ્યાં છો જેના પર જરૂરિયાતના સમયે કેપ્ટન વિશ્વાસ કરી શકે છે. તમારી ફિલ્ડિંગ શાનદાર રહી હતી. તે દરમિયાન કેટલાક બેસ્ટ આંતરરાષ્ટ્રીય કેચ પર તમારા નિશાન જોવા મળે છે. તમે જેટલા રન બનાવ્યા છે તેનો હિસાબ લગાવવામાં ઘણા દિવસ લાગી જશે.


પીએમ નરેન્દ્ર મોદીએ આ પત્રમાં લખ્યું કે, 15 ઓગસ્ટ 2020ના તમે જે નિર્ણય કર્યો, ચોક્કસ પણ તે તમારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણયમાંથી એક હશે. હું તમારા માટે રિટાયરમેન્ટ શબ્દનો ઉપયોગ નથી કરવા માંગતો. કેમ કે, તમે હજુ પણ ઘણા યંગ અને ઉર્જાવાન છો. ક્રિકેટના મેદાન પર તમારું કરિયર શાનદાર રહ્યું છે. હવે તમે તમારા નવા જીવન માટે તૈયાર થઇ ગયા છો.


આ પણ વાંચો:- આ 3 ટીમો ક્યારેય ન બની શકી IPL ચેમ્પિયન, જાણો શું છે કારણ


PMએ ગુજરાતમાં રમાયેલી મેચને યાદ કરતા કહ્યું, વર્લ્ડ કપ 2011 દરમિયાન તમારું પ્રદર્શનને દેશ ક્યારે નહીં ભૂલે. હું અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તમારી રમત લાઇ જઇ રહ્યો હતો. તે સમયે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની સામે ક્વોર્ટરફાઇનલ મેચ રમી રહી હતી. તમારી ઇનિંગ્સનું ભારતીય ટીમની જીતમાં મહત્વનું યોગદાન હતું. હું વિશ્વાસની સાથે કહી શકુ છું કે ચાહકો તમારા કવર ડ્રાઇવ શોર્ટને જરૂર મિસ કરશે. હું મારી જાતને નસીબદાર ગણું છું કે તે મેચને લાઇવ જોઇ હતી.


ખેલાડીઓને ના માત્ર મેદાનમાં તેમના પ્રદર્શન માટે યાદ કરવામાં આવ છે, પરંતુ ગ્રાઉન્ડની બહાર કરેલા વ્યવહારની પણ પ્રશંસા કરવામાં આવે છે. લડવાની તમારી ઇચ્છા ઘણા યુવાનોને ઉત્તેજિત કરી શકે છે. તમારા કરિયર દરમિયાન ઘણી તમારા હાથમાં નિરાશા હાથ લાગી, જેમાં ઇજાગ્રસ્ત પણ સામેલ હતું, પરંતુ દરેક વખતે તમે પડકારોને પાર કર્યા, તે તમારી નિશ્ચિતતા છે.


આ પણ વાંચો:- IPL માટે કિંગ્સ  XI પંજાબની ટીમ પહોંચી દુબઈ, ખેલાડીઓએ પોસ્ટ કરી તસવીરો


આ પહેલા 20 ઓગસ્ટના પીએમ મોદીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ પત્ર લખી ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. મોદીએ ધોનીને લખ્યું હતું કે, તેમણે નાના શહેરથી આવતા યુવાનોને એક મોટું સ્વપન જોવાની પ્રેરણા આપી છે. માહીમાં નવા ભારતની આત્મા દેખાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર