સુરેશ રૈનાએ આપ્યું સનસનાટીભર્યું નિવેદન, ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડીઓ કરતા હતા...
ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) હાલમાં જ તેમની ઓટોબાયોગ્રાફી ‘Believe’ ના માધ્યમથી પોતાના ક્રિકેટ કરિયરના ઘણા મોટા ખુલાસા કર્યા છે
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) હાલમાં જ તેમની ઓટોબાયોગ્રાફી ‘Believe’ ના માધ્યમથી પોતાના ક્રિકેટ કરિયરના ઘણા મોટા ખુલાસા કર્યા છે. રૈનાએ ભારતીય ટીમના પૂર્વ કોચ ગ્રેગ ચેપલને લઇને પણ ઘણી વાતો કરી હતી. હવે રૈનાએ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમને લઇને એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે.
'સીનિયર ખેલાડીઓ કરતા હતા રેગિંગ'
જ્યાં એક તરફ સૌરવ ગાંગુલીની (Sourav Ganguly) કેપ્ટનશીપ હેઠળની આખી ટીમ ઈન્ડિયા મુખ્ય કોચ ગ્રેગ ચેપલની ટીકા કરતી હતી, જ્યારે રૈનાએ (Suresh Raina) ઘણી વાર એમના પુસ્તકમાં કહ્યું છે કે ચેપલ એક મહાન કોચ હતા. દરમિયાન રૈનાએ વધુ એક વાત જાહેર કરીને સનસનાટી મચાવી છે. રૈનાએ કહ્યું કે ઘણી વખત સિનિયર ખેલાડીઓ તેની મજાક ઉડાવતા હતા.
આ પણ વાંચો:- આ ભારતીય ક્રિકેટર પર દિલ હારી બેઠી દિશા પટણી, ડેટ પર પણ જવા માટે છે તૈયાર
મિડ ડેના એક અહેવાલ મુજબ, રૈનાએ તેના પુસ્તકમાં લખ્યું છે, 'મને હજી યાદ છે કે ટીમના એક વરિષ્ઠ ખેલાડીએ મારો મજાક ઉડાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તમે જ એક છો જે વધારાના પ્રેક્ટિસ સેશન મેળ છે. એવું લાગી રહ્યું હતું કે માત્ર હું જ મેચમાં રમવા જઈ રહ્યો છું. રૈનાનું આ નિવેદન એકદમ આઘાતજનક છે, કારણ કે તે સમયે જ્યારે તેણે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો હતો, ત્યારે ઘણા દિગ્ગજ ખેલાડીઓ તે ટીમમાં ભાગ લેતા હતા.
આ પણ વાંચો:- WTC Final જીતનારી ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, ICCએ કરી પ્રાઇઝ મનીની જાહેરાત
રૈનાએ આપ્યું ચેપલને સમર્થન
સુરેશ રૈનાએ (Suresh Raina) તેમના પુસ્તક (BELIEVE-what life and cricket taught me) બજારમાં આવવાનું છે. આ પુસ્તકમાં, તેમણે ચેપલથી (Greg Chappell) સંબંધિત વાતોનો ઉલ્લેખ કર્યો છે. સુરેશ રૈનાએ (Suresh Raina) આ પુસ્તકમાં લખ્યું છે કે ચેપલ ક્યારેય ખોટા નહોતા કારણ કે તે હંમેશા ટીમમાં સુધાર લાવવા માટે સખત મહેનત કરતા હતા અને કોઈ પણ ખેલાડીનું સમર્થન કરતા ન હતા. ટીમની હાર બાદ ચેપલ ખૂબ કડક હતા, પરંતુ તેમની ટીકાના મોટા ભાગ વરિષ્ઠ ખેલાડીઓ પર હતો. હું સંમત છું કે ચેપલે દાદા (સૌરવ) અને સચિન પ્રત્યે વધુ માન દેખાળવું જોઈએ.
આ પણ વાંચો:- આ એક ભૂલના કારણે મોહમ્મદ કેફ સાથે ધોનીને પડ્યું વાંકુ, એજ કારણે કેફની કારકિર્દી થઈ ગઈ ખતમ!
તમને જણાવી દઈએ કે સુરેશ રૈનાએ (Suresh Raina) ચેપલની પહેલી શ્રેણી દરમિયાન શ્રીલંકામાં વનડે ડેબ્યૂ કર્યું હતું. રૈનાએ તેની કારકિર્દીમાં ભારત માટે 226 વનડે મેચ રમી હતી અને 5615 રન બનાવ્યા હતા. આ સાથે તેણે 36 વિકેટ પણ લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube