આ ભારતીય ક્રિકેટર પર દિલ હારી બેઠી દિશા પટણી, ડેટ પર પણ જવા માટે છે તૈયાર

ક્રિકેટની સાથે બોલિવૂડનો સંબંધ ઘણો જૂનો રહ્યો છે. ઘણા ક્રિકેટરોના રિલેશનશિપની ચર્ચા બોલિવૂડ અભિનેત્રીઓ સાથે રહ્યા છે

Updated By: Jun 14, 2021, 07:44 PM IST
આ ભારતીય ક્રિકેટર પર દિલ હારી બેઠી દિશા પટણી, ડેટ પર પણ જવા માટે છે તૈયાર

નવી દિલ્હી: ક્રિકેટની સાથે બોલિવૂડનો સંબંધ ઘણો જૂનો રહ્યો છે. ઘણા ક્રિકેટરોના રિલેશનશિપની ચર્ચા બોલિવૂડ અભિનેત્રીઓ સાથે રહ્યા છે. આ સમયે બોલિવૂડ અને ક્રિકેટનો સૌથી મોટો સંબંધ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્માની (Anushka Sharma) વચ્ચે છે. અનુષ્કા સિવાય પણ વિરાટના ચાહકોની સંખ્યા ઓછી નથી.

દિશા પટણી પણ હારી ગઈ દિલ
ભારતીય ટીમના કેપ્ટન અને હાલના સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીના (Virat Kohli) વિશ્વભરમાં ચાહકો છે. બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani) પણ વિરાટ પ્રત્યેનો પ્રેમ છુપાવી શકી નહીં. થોડા વર્ષો પહેલા દિશાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે વિરાટ તેનો પ્રિય ક્રિકેટર છે અને તે પણ તેની સાથે ડેટ પર જવા માંગે છે.

આ પણ વાંચો:- Sushant Singh Rajput ને રિયા ચક્રવર્તીએ કર્યો યાદ, લખ્યું- તારા વગર કોઈ જિંદગી નથી...

વિરાટ કોહલીના દિવાના બધી જગ્યાએ
વિરાટ કોહલી (Virat Kohli) જેટલો તેની રમતને લઇને પોપ્યુલ છે. એટલો જ તે તેના લૂક્સ અને પર્સનલ લાઇવ વિશે પણ ચર્ચામાં છે. કોહલી જોવા માટે એકદમ હેન્ડસમ છે અને તેને યુવતીઓમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. વિરાટ વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેની સોશિયલ મીડિયા પર 100 કરોડથી વધુ ફોલોઅર્સ છે. ઘણી વિદેશી ખેલાડી પણ એવી છે જે વિરાટ પર દિલ હારી ચુકી છે.

આ પણ વાંચો:- WTC Final જીતનારી ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, ICCએ કરી પ્રાઇઝ મનીની જાહેરાત

દિશાને ક્રિકેટનો છે શોખ
ફિલ્મો ઉપરાંત દિશા પટણીને (Disha Patani) પણ ક્રિકેટમાં રસ છે. નોંધપાત્ર વાત એ છે કે, વર્ષ 2016 માં તેણે એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં (MS Dhoni: The Untold Story) શાનદાર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં દિશાને દિગવંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે સાથ આપ્યો હતો. આ મૂવીએ બોક્સ ઓફિસ પર ધમૂ મચાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube