સિડનીઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે એક તપાસ કરતા દસ્તાવેજમાં  સ્વયંને સ્પોટ ફિક્સિંગના આરોપો સાથે જોડતા નારાજગી વ્યક્ત કરી છે. એક રિપોર્ટ અનુસાર મેક્સવેલે તે વાતનો ખુલાસો પણ કર્યો કે, તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓને મેદાન પર થનારા સંદિગ્ધ કાર્યક્રમોની સૂચના આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક કથિત ટેલીવિઝન ચેનલ અલ જજીરા તરફતી જારી ડોક્યૂમેન્ટ્રી (દસ્તાવેજ)માં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું કે, ભારત વિરુદ્ધ 2017માં રાંચીમાં યોજાયેલા ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્પોટ ફિક્સિંગમાં સામેલ હતા. આ મેચમાં ટેસ્ટ ટીમમાં વાપસી બાદ ગ્લેન મેક્સવેલે પ્રથમ સદી ફટકારી હતી. 


આ દસ્તાવેજમાં મેક્સવેલનું નામ દર્શાવવામાં આવ્યું નથી. મેચ ફુટેજને કારણે તેના પર થોડી શંકા ઉભી કરી દીધી છે કે તે સ્પોટ ફિક્સિંગમાં સામેલ બે ખેલાડીઓમાંથી એક છે. 


મેક્સવેલે કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને દસ્તાવેજનું પ્રસારણ થવાની જાણકારી આપી, પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓએ તેને આ મામલામાં કોઇ સવાલ કર્યા નથી. 


એસઈએન રેડિયોને આપેલા નિવેદનમાં મેક્સવેલે કહ્યું, હું થોડો હેરાન છું અને સાથે થોડો દુખી છું. મને હજુ પણ તે ક્ષણ યાદ છે, જ્યારે ટેસ્ટ ટીમમાં વાપસી કરી મેં પ્રથમ સદી ફટકાર્યા બાદ સ્ટીવ સ્મિથને ગળે લગાવ્યો હતો. મેક્સવેલે કહ્યું, આ પ્રકારના આરોપ ખૂબ નિરાશાજનક છે. નિશ્ચિત રીતે તેમાં કોઇ સત્યતા નથી. આ 100 ટકા ખોટા છે.