Team India: રોહિત-હાર્દિક નહીં પરંતુ....હવે આ ખેલાડી બનશે ટી20નો કેપ્ટન! સામે આવી ચોંકાવનારી અપડેટ
Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચોની સિરીઝ રમી રહી છે. ત્યારબાદ બંને ટીમો 3 વનડે અને 5 ટી20 મેચોમાં એકબીજાનો સામનો કરશે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ બાદ આયરલેન્ડનો પ્રવાસ પણ કરવાનો છે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા 3 ટી20 મેચ રમશે.
Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચોની સિરીઝ રમી રહી છે. ત્યારબાદ બંને ટીમો 3 વનડે અને 5 ટી20 મેચોમાં એકબીજાનો સામનો કરશે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ બાદ આયરલેન્ડનો પ્રવાસ પણ કરવાનો છે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા 3 ટી20 મેચ રમશે. ટી20 વર્લ્ડ કપ 2022 બાદથી જ હાર્દિક પંડ્યા ભારતીય ટી20 ટીમની કમાન સંભાળી રહ્યો છે. પરંતુ આયરલેન્ડના પ્રવાસે ફેન્સને એક નવા કેપ્ટન જોવા મળી શકે છે.
આ ખેલાડી બનશે કેપ્ટન
આયરલેન્ડના પ્રવાસ અંગે એક મોટી અપડેટ સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો આયરલેન્ડના પ્રવાસે ભારત યુવા ખેલાડીઓથી સજેલી ટીમ મોકલી શકે છે. બીજી બાજુ વર્લ્ડ કપ અને એશિયા કપને ધ્યાનમાં રાખતા હાર્દિક પંડ્યાના વર્કલોડને મેનેજ કરવાના પગલે તેને આ પ્રવાસ માટે આરામ આપવામાં આવી શકે છે. જો કે હજુ કઈ નક્કી નથી અને આ એ વાત પર નિર્ભર રહેશે કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે અને ટી20 બાદ હાર્દિક કેવું મહેસૂસ કરે છે. હાર્દિક વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે મર્યાદિત ઓવરની સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવશે અને 18 દિવસની અંદર આઠ મેચ રમશે.
આ ખેલાડી લઈ શકે છે પંડ્યાની જગ્યા
હાર્દિક ભારતીય વનડે ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે. ટીમ મેનેજમેન્ટ અને સિલેક્શન સમિતિ તેને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી. આવામાં હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને ટી20 ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન રહેશે. સૂર્યકુમાર યાદવને આ વર્ષ આઈપીએલમાં પણ કેપ્ટનશીપ કરવાની તક મળી હતી.
રોહિત-વિરાટને તક મળવી મુશ્કેલ
રિપોર્ટ્સ મુજબ આયરલેન્ડ વિરુદ્ધ થનારી 3 મેચોની ટી20 સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ પર વિચાર થઈ રહ્યો નથી. ટીમ ઈન્ડિયાનો ચહેરો ગત વર્ષ આઈસીસી ટી20 વર્લ્ડ કપ બાદથી સંપૂર્ણ રીતે બદલાયેલો જોવા મળી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ 2022થી અત્યાર સુધીમાં કોઈ ટી20 ઈન્ટરનેશનલ રમી નથી. ટીમ ઈન્ડિયા અને આયરલેન્ડ વચ્ચે 18, 20 અને 23 ઓગસ્ટના રોજ ટી20 સિરીઝની મેચ રમાશે
રાહુલ દ્રવિડને પણ આરામ
આયરલેન્ડના પ્રવાસ માટે હેડ કોચ રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડ (બેટિંગ કોચ), પારસ મ્હામ્બ્રે (બોલર કોચ)ને પણ આરામ મળી શકે છે. આવી સ્થિતિમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ચીફ વીવીએસ લક્ષ્મણ આયરેલન્ડના પ્રવાસે ભારતીય ટીમના હેડ કોચ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube