Suryakumar Yadav the SKY: આ વખતે IPLમાં સૂર્યા અને બ્રેવિસનો જલવો જોવા મળશે. જો કે સૂર્યા બ્રેવિસ પાસેથી એક શૉટ ફટકારતા શીખવા માગે છે, જે લોકોને ઘણો ગમી રહ્યો છે. જોફ્રા આર્ચરના બાઉન્સર બૉલને એક પગ હવામાં ઉઠાવીને વિકેટની પાછળ ફાઈન લેગને પાર પહોંચાડી છગ્ગો ફટકારવો. ઈંગ્લેન્ડના જ એક ફાસ્ટ બોલરના ગુડ લેન્થ બૉલને એક ઘૂંટણ જમીન પર ટેકવીને એક્સ્ટ્રા કવર્સની ઉપરથી ઉંચો છગ્ગો ફટકારવવો. ઝિમ્બાબ્વેના બૉલરે ઓફ સ્ટંપની બહાર ફેંકેલા યોર્કર લેંથ પર સ્કૂપ શૉટ ડીપ ફાઈન લેગમાં છગ્ગો લગાવવો. છેલ્લે રાજકોટમાં શ્રીલંકાના બૉલરે ઑફ સ્ટંપની બહાર ફેંકેલા ઉંચા ફુલ ટૉસ બૉલ પર પડતાં-પડતાં છગ્ગો ફટકારવો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામ પ્રકારનાં શોટ્સ સૂર્યકુમાર યાદવની સ્ટાઈલનું વર્ણન કરે છે...તેમ છતા યાદવને એક શૉટની ખોટ સાલે છે. જેને તે 19 વર્ષનાં બૉલર પાસેથી શીખવા માગે છે. ટી 20માં સૂર્યકુમાર બૉલર્સ માટે મુશ્કેલી બની જાય છે. જો કે હવે તેઓ એક એવો શૉટ શીખવા માગે છે, જે બધા નથી રમી શકતા. થોડા સમય પહેલાં સુધી એબી ડિવિલિયર્સ જે શોટ્સ ફટકારીને લોકોને ચોંકાવતા હતા, તે શોટ્સનો સિલસિલો આગળ વધારવાનું કામ સૂર્યકુમાર યાદવ કરવા માગે છે. 


GST વિભાગના ગુજરાતભરમાં દરોડા, અમદાવાદની આ 16 પેઢીઓ બોગસ હોવાનો થયો ખુલાસો


નો લૂક શૉટ પર સૂર્યાની નજર-
સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકાનાં નવા એબી ડિવિલિયર્સ 19 વર્ષનાં બૉલર ડેવાલ્સ બ્રેવિસ પાસેથી નો લુક સિક્સ શોટ શિખવા માગે છે. બ્રેવિસના પાવર હિટિંગથી સૂર્યકુમાર ઘણા પ્રભાવિત થયા છે. આ શોટ્સ ક્રિકેટ રસિકોને પણ ગમી રહ્યા છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેવાલ્સ બ્રેવિસે કમાલ કરી હતી અને આ ફ્રેન્ચાઈઝમાં તેમના સાથી ખેલાડી સૂર્યા બ્રેવિસ પાસેથી આ શૉટ શીખવા માગે છે. 


ઇતિહાસમાં પ્રથમવાર મરચાની તીખાશ વધી! ખેડૂતોને મળ્યો એટલો ભાવ કે વિશ્વાસમાં નહીં આવે!


સૂર્યા બ્રેવિસને ગુરુ બનાવવા માગે છે!
વાત એવી છે કે મુંબઈ ઈન્ડિયન્સએ પોતાના યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં સૂર્યાએ બ્રેવિસ સાથે વાત કરતા આ શૉટ શીખવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. સૂર્યા બ્રેવિસને કહે છે કે, હું ક્યારેક તમારી બેટિંગની કોપી કરવાની કોશિશ કરું છું. હું તમારી પાસેથી નો લુક શૉટ, નો-લૂક સિક્સ ફટકારવાનું શીખવા માગું છું. સૂર્યકુમાર જેવા સ્ટાર બેટ્સમેનની વિનંતીથી બ્રેવિસ પણ ખુશ થઈ ગયો, તેણે જવાબ આપ્યો, મારા માટે આ ખુશીની વાત હશે, પણ મને તમારી પાસેથી પણ કેટલાક શોટ્સ શીખવામાં ખુશી થશે. નો લુક શોટ્સ તો મારાથી એમ જ થઈ જાય છે.


ગુજરાતના અંબાલાલ પટેલની ધ્રુજાવી નાખે તેવી આગાહી! આ દિવસોમાં ફરી પડશે કાતિલ ઠંડી


IPLમાં સૂર્યા-બ્રેવિસનો જલવો જોવા મળશે-
ગયા વર્ષે અન્ડર 19 વર્લ્ડકપમાં સ્ફોટક બેટિંગ અને નો લુક્સ શોટ્સને કારણે બ્રેવિસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની બેટિંગમાં ડીવિલિયર્સની ઝલક દેખાય છે. આ જ કારણે તેમના સાથી તેમને 'બેબી એબી' કહેવા લાગ્યા હતા. IPLની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે બ્રેવિસને 3 કરોડ રૂપિયાથી વધુની કિંમતે ખરીદ્યો હતો. પહેલી જ સીઝનમાં બ્રેવિસે કમાલ દેખાડી હતી. હવે ફરી તે IPLમાં સ્ફોટક બેટિંગ કરવા તૈયાર છે. સૂર્યકુમાર પણ જે રીતે ફોર્મમાં છે, તેને જોતાં બંને મળીને બૉલર્સ પર ભારે પડશે તે લગભગ નક્કી છે.