GST વિભાગના ગુજરાતભરમાં દરોડા, અમદાવાદની આ 16 પેઢીઓ બોગસ હોવાનો થયો ખુલાસો

મહત્વનું છે કે GST વિભાગની કાર્યવાહીમાં અમદાવાદની જે પૈકીઓ બોગસ મળી આવી છે તેની વાત કરીએ તો ગજેરા ટ્રેડલીંક, નવરંગ એન્ટરપ્રાઇઝ, શાહ એન્ટરપ્રાઇઝ, સ્કાય એન્ટર પ્રાઇઝ, એનપી એન્ટરપ્રાઇઝ, ટીએસ એન્ટર પ્રાઇઝ, ઓમ એન્ટપ્રાઇઝ પેઢી બોગસ છે..

GST વિભાગના ગુજરાતભરમાં દરોડા, અમદાવાદની આ 16 પેઢીઓ બોગસ હોવાનો થયો ખુલાસો

ગૌરવ પટેલ/અમદાવાદ: રાજ્યમાં બોગસ બિલિંગ ડામવા GST વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદની 17 પેઢી પર જીએસટી વિભાગના દરોડા પડ્યા છે. જેમાં 17 પેઢી પૈકી 16 પેઢીઓ બોગસ હોવાનું સામે આવ્યું છે. 16 પેઢીઓમાં ડોક્યુમેન્ટનો દુર ઉપયોગ થયાનો ખુલાસો પણ થયો છે. બોગસ પેઢીનું સંચાલન કરનારા લોકોની શોધખોળ શરૂ કરાઈ છે.

આ 16 પેઢીઓ બોગસ હોવાનું ખુલ્યું 
અમદાવાદની 17 પેઢી પર જીએસટી વિભાગના દરોડા પડ્યા છે, તેમાં ગજેરા ટ્રેડલીંક, નવરંગ એન્ટરપ્રાઇઝ, શાહ એન્ટરપ્રાઇઝ, સ્કાય એન્ટર પ્રાઇઝ, એનપી એન્ટરપ્રાઇઝ, ટીએસ એન્ટર પ્રાઇઝ, ઓમ એન્ટપ્રાઇઝ, શ્રી ગણેશ ટ્રેડર્સ, લાખુ ટ્રેડર્સ, આલીયા સ્ક્રેપ, વિનોદ કોર્પોરેશન, ભરત ટ્રેડીંગ કંપની, આદિત્ય એન્ટર પ્રાઇઝ, આશીયા કોર્પોરેશન, ભરત ટ્રેડીંગ કંપની, સફળ ઇન્પેક્સ અને રુહાન ટ્રેડર્સ નામની બોગસ પેઢીઓ સામે આવી છે.

મહત્વનું છે કે GST વિભાગની કાર્યવાહીમાં અમદાવાદની જે પૈકીઓ બોગસ મળી આવી છે તેની વાત કરીએ તો ગજેરા ટ્રેડલીંક, નવરંગ એન્ટરપ્રાઇઝ, શાહ એન્ટરપ્રાઇઝ, સ્કાય એન્ટર પ્રાઇઝ, એનપી એન્ટરપ્રાઇઝ, ટીએસ એન્ટર પ્રાઇઝ, ઓમ એન્ટપ્રાઇઝ પેઢી બોગસ છે, તો સાથે જ શ્રી ગણેશ ટ્રેડર્સ, લાખુ ટ્રેડર્સ, આલીયા સ્ક્રેપ, વિનોદ કોર્પોરેશન સહિતની કુલ 16 પેઢીઓ બોગસ હોવાનો ખુલાસો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news