ધોનીના કોચે જણાવ્યુ- સુશાંત કઈ રીતે શીખ્યો હતો માહીનો `હેલિકોપ્ટર શોટ`
એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં ધોનીની ભૂમિકા ભજવનાર સુશાંત સિંહ રાજપૂતે બધાની પ્રશંસા મેળવી હતી. ધોનીની ફિલ્મમાં ધોની જેવા બનવા માટે સુશાંતે ખુબ મહેનત કરી હતી.
નવી દિલ્હીઃ ભારતને બે વાર વર્લ્ડ ચેમ્પિયન (World Champion) બનાવનાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના જીવન પર બનેલી ફિલ્મ 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' 'MS Dhoni: The Untold Story'માં ધોનીની ભૂમિકા ભજવનાર સુશાંત સિંહ રાજપૂત (sushant singh rajput)એ ખુબ પ્રશંસા મેળવી હતી. ધોનીની ફિલ્મમાં ધોની જેવા બનવા માટે સુશાંતે ખુબ મહેનત કરી હતી અને તે માટે તે ધોનીના બાળપણના કોચ કેશવ બેનર્જીની પાસે પણ ગયો જેથી ભારતીય કેપ્ટનના બહુચર્ચિત હેલિકોપ્ટર શોટ લગાવવાનું શીખી શકે.
ફિલ્મમાં એવી ઘણી વસ્તુ છે જે સુશાંતે ધોનીની જેમ કરી હતી અને હેલિકોપ્ટર શોટ તેમાંથી એક હતો. આ ફિલ્મમાં બેનર્જીની ભૂમિકા અનુભવી અભિનેતા રાજેશ શર્માએ નિભાવી હતી. બેનર્જીએ કહ્યુ કે, સુશાંત ખુબ સારો વ્યક્તિ હતો અને તેણે ફિલ્મ માટે હેલિકોપ્ટર શોટ તથા ધોનીની રીતભાત શીખવા માટે સંપર્ક કર્યો હતો.
બેનર્જીએ કહ્યુ, તે ખુબ સારો વ્યક્તિ હતો. તે ખુબ સારી રીતે વાત કરતો હતો. આજે મેં સમાચાર ચેનલ પર જોયુ, હું વિશ્વાસ કરી શકતો નથી. તેમણે કહ્યુ, મને યાદ છે જ્યારે તે રાંચી આવ્યો હતો. અમે ઘણી લાંબી ચર્ચા કરી હતી. હું ત્યાં હતો. માહીના મિત્રો ત્યાં હતા. તે હંમેશા મને કહેતો હતો કે દાદા, ધોનીનો હેલિકોપ્ટર શોટ શીખવી દો.
સુશાંત સિંહ રાજપૂતની આત્યહત્યા પર પરેશાન કરે છે અંકિતા લોખંડે, કૃતિ સેનન અને રિયા ચક્રવર્તીનું મૌન!
તેમણે કહ્યુ, તે મને પૂછતો હતો કે માહી કઈ રીતે રમે છે, તેના ચહેરાના હાવભાવ શું હોય છે. તે ખુબ ફોકસ હતો. એક તરફી સમર્પણ. તેથી બધુ સારી રીતે થયું હતું. તમે કહી ન શકો કે તે ધોની નથી. આજે માત્ર મારી પાસે યાદો છે. હું દુખમાં છું.
સુશાંત (34)એ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના ઘરમાં કામ કરતા વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. સુશાંતના નિધન પર ખેલ જગતે શોક વ્યક્ત કર્યો છે. કેપ્ટન વિરાટ કોહલી, સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી, અનિલ કુંબલે, મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, કુશ્તી ખેલાડી બજરંગ પૂનિયાએ સુશાંતને શ્રદ્ધાંજલિ આપી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube