ઈન્દોરઃ કર્ણાટકની ટીમ સૈયદ મુશ્તાલ અલી ટી20 ટૂર્નામેન્ટ (Syed Mushtaq Ali Trophy)ની ચેમ્પિયન બની ગઈ છે. તેણે ફાયનલમાં મહારાષ્ટ્રને હરાવીને આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. કર્ણાટકની જીતનો હીરો મયંક અગ્રવાલ રહ્યો છે. તેણે 85 રનની અણનમ ઈનિંગ રમીને ટીમને આ લક્ષ્ય સુધી પહોંચાડી હતી. કર્ણાટકે આ ટાઇટલ પ્રથમવાર જીત્યું છે. તેણે એકપણ મેચ ગુમાવ્યા વિના ટૂર્નામેન્ટ કબજે કરી છે. આ રીતે તેણે ડોમેસ્ટિક ટી20 ટૂર્નામેન્ટમાં સતત 14 મેચોમાં અજેય રહેવાના કોલકત્તા નાઇટરાઇડર્સના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકે ગુરૂવારે હોલ્કર ક્રિકેટ સ્ટેટિડયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ટોસ જીતીને મહારાષ્ટ્રને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મહારાષ્ટ્રએ પોતાની 3 વિકેટ માત્ર 55 રનમાં ગુમાવી દીધી હતી. ત્યારબાદ નૌશાદ શેખે અણનમ 69 રનની ઈનિંગ રમીને પોતાની ટીમને 4 વિકેટ પર 155 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. તેણે 41 બોલની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. અંકિત બવાને (29)એ તેનો સાથ આપ્યો હતો. બંન્નેએ ચોથી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. રાહુલ ત્રિપાઠીએ પણ 30 રનનું યોગદાન આપ્યું હતું. 



ક્રાઇસ્ટચર્ચમાં શૂટઆઉટને કારણે રદ્દ થઈ NZ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ


જવાબમાં કર્ણાટકની શરૂઆત ખરાબ રહી હતી. તેણે 14ના સ્કોર પર ઓપનર બીઆર. શરથ (2)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. તેનુ સ્થાન લેવા માટે મયંક અગ્રવાલ મેદાનમાં આવ્યો હતો. તેણે 57 બોલમાં 85 રન ફટકારી દીધા હતા. મયંક અને ઓપનર કદમે 92 રનની ભાગીદારી કરી હતી. કદમ 106ના કુલ સ્કોર પર દિવ્યાંગ હિમગાનેકરનો શિકાર થયો હતો. તેણે 39 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. 


કદમ આઉટ થયા બાદ મયંક અગ્રવાલે કરૂણ નાયર સાથે મળીને 18.3 ઓવરમાં પોતાની ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી દીધી હતી. નાયર 8 રન બનાવી અણનમ રહ્યો હતો. મયંકે ઈનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.