નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને કહ્યુ કે, તેમનું બોર્ડ ઈચ્છે છે કે આગામી વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં યોજાનાર ટી-20 વિશ્વકપ  (T-20 World Cup) માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ  (ICC) તેના ખેલાડીઓ અને અધિકારીઓના વિઝા મુદ્દા પર જાન્યુઆરી 2021 સુધી આશ્વાસન આપે. પીસીબીના સીઈઓએ તે પુષ્ટિ કરી કે નજીકના ભવિષ્યમાં ભારત-પાક વચ્ચે દ્વિપક્ષીય સિરીઝની કોઈ સંભાવના નથી અને 2023થી શરૂ થનાર આગામી ભવિષ્ય પ્રવાસ કાર્યક્રમ (FTP)મા પણ તેને સ્થાન આપવામાં આવશે નહીં. ભારત ઓક્ટોબરમાં ટી20 વિશ્વકપની યજમાની કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીસીબીએ ખખડાવ્યો આઈસીસીનો દરવાજો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધોને જોતા પીસીબીએ આઈસીસી પાસે આશ્વાસન માગ્યુ છે કે તેમના ખેલાડીઓ અને સહાયક કર્મચારીઓની વિઝા પ્રક્રિયાનો છૂટકારો કરશે. ખાને પીટીઆઈ-ભાષાને કહ્યુ, આ આઈસીસીનો મામલો છે. અમે અમારી ચિંતાઓ પર ચર્ચા કરી છે. એક હોસ્ટ એગ્રિમેન્ટ છે, જે સ્પષ્ટ રૂપથી તે કહે છે કે યજમાન દેશ (આ મામલામાં ભારત)એ ટી20 વિશ્વકપમાં ભાગ લેનારી ટીમો માટે વિઝા અને આસાવ ઉપલબ્ધ કરાવવા પડશે અને પાકિસ્તાન તેમાંથી એક છે. 


ICCના સંપર્કમાં છે BCCI
તેમણે કહ્યું, અમે આઈસીસી પાસે ખેલાડીઓના વિઝા પર આશ્વાસન માગ્યું છે અને આઈસીસી આ મુદ્દા પર હવે બીસીસીઆઈના સંપર્કમાં છે કારણ કે તેના માટે જરૂરી નિર્દેશ અને પુષ્ટિ તેની સરકાર પાસેથી મળશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આ પ્રકારના કામ માટે એક સમયમર્યાદા નક્કી કરવી જરૂરી હશે. 


KXIP vs MI: શું છે 'ડબલ સુપર ઓવર', બેટ્સમેન અને બોલર પર લાગુ થાય છે આ ખાસ નિયમ


પીસીબીને આશા- મળશે વિઝા
તેમણે કહ્યું, અમે ડિસેમ્બર-જાન્યુઆરી સુધીની સમયમર્યાદા માગી છે, અમારૂ માનવું છે કે આ યોગ્ય છે. અમે આ મામલામાં આઈસીસી પાસે પ્રતિક્રિયાની આશા કરી રહ્યાં છીએ કે શું અમારા ખેલાડી અને અધિકારી ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે વિઝા પ્રાપ્ત કરશે. તેમણે કહ્યું- જો વિઝા ન મળે તો કોઈ અન્ય દેશની જેમ અને આશા કરીશું કે આઈસીસી આ મામલાના હલ માટે બીસીસીઆઈના માધ્યમથી ભારત અને ભારત સરકારનો સંપર્ક કરશે. 


હાલની પરિસ્થિતિમાં બંન્ને દેશ દ્વિપક્ષીય સિરીઝ નહીં રમે
ભારતમાં આયોજીત થનાર વૈશ્વિક કાર્યક્રમોમાં પાકિસ્તાનના એથલીટોની ભાગીદારી હંમેશા વિવાદાસ્પદ વિષય રહી છે. પાછલા વર્ષે પાકિસ્તાની નિશાનેબાજને દિલ્હીમાં એક વિશ્વકપ માટે વિઝા ન મળી શક્યા ત્યારબાદ ખુબ વિવાદ થયો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ અધિકારીઓની જેમ ખાનનું પણ માનવુ છે કે હાલની સ્થિતિમાં બંન્ને દેશ દ્વિપક્ષીય સિરીઝ રમશે નહીં. તેમણે કહ્યું- મને લાગે છે કે અમારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ વિશે યથાર્થવાદી થવું જોઈએ. બીસીસીઆઈએ ઘરેલૂ, પાકિસ્તાન અને ત્યાં સુધી તે તટસ્થ સ્થળો પર પાકિસ્તાન વિરુદ્ધ રમતા પહેલા ભારત સરકારની મંજૂરી લેવી પડશે. 


CSK vs RR: ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 'કરો યા મરો' મુકાબલો, કોણ મારશે બાજી?


પ્રશંસકો માટે દુખની વાત
તેમણે કહ્યું- મને લાગે છે કે બંન્ને દેશોએ અન્ય દેશો વિરુદ્ધ વધુ રમવાનું છે. પરંતુ આ બંન્ને દેશોના પ્રશંસકો અને ખેલાડીઓ માટે દુખની વાત છે કે નજીકના ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય સિરીઝ રમશે નહીં. પીસીબી સીઈઓએ કહ્યું- જો ભારત સરકારનો દ્રષ્ટિકોણ અને પરિસ્થિતિ ન બદલી તો આગામી એફટીપી  (2023-31)મા બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝની યોજના હશે નહીં. 


ખાને આઈસીસી અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલા ગતિરોધ પર ટિપ્પણી ન કરી, પરંતુ તે સ્પષ્ટ કરી દીધું કે લોકપ્રિય ધારણાથી વિપરીત વૈશ્વિક મંચ પર બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે કોઈ મતભેદ નથી. એવી ધારણા છે કે પીસીબી કોઈપણ એવા ઉમેદવારનો વિરોધ કરશે તેનું સમર્થન બીસીસીઆઈ કરશે. તેમણે કહ્યું, મને તે વાતની જાણકારી નથી કે મતદાનના સંબંધમાં બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે કોઈ વિવાદ છે. પરંતુ આ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને પીસીબી અધ્યક્ષ અહેસાન મની વચ્ચેનો મામલો છે. મને આ વિશે કોઈ જાણકારી કે સૂચના નથી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર