નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2022ની બીજી સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડેને ભારતને 10 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ હારની સાથે ભારતનું ટ્રોફી જીતવાનું સપનું એકવાર ફરી તૂટી ગયું છે. ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં છેલ્લે ફાઇનલ 2014માં રમી હતી, ત્યારે શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. હવે ઈંગ્લેન્ડનો સામનો હવે ફાઇનલમાં પાકિસ્તાન સામે 13 નવેમ્બરે થશે. આ છે ભારતની હારના કારણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના બંને ઓપનરો ફેલ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ઓપનર્સે ફરી નિરાશ કર્યાં. કેએલ રાહુલ 5 બોલમાં 5 રન બનાવી આઉટ થયો હતો. તો રોહિત શર્માએ 28 બોલમાં 27 રન બનાવ્યા હતા. બંને ઓપનિંગ બેટરોની સ્ટ્રાઇક રેટ 100 કે તેથી ઓછી રહી હતી. ટી20 મેચમાં પ્રથમ છ ઓવરમાં ઓપનરો સારી શરૂઆત અપાવે તે જરૂરી હોય છે. ભારતના ઓપનરો આ કરી શક્યા નહીં. જ્યારે ઈંગ્લેન્ડે પાવરપ્લેનો ફાયદો ઉઠાવતા 63 રન ફટકારી દીધા હતા.


સૂર્ય મહત્વના સમયે થયો ફેલ
સૂર્યકુમાર યાદવ આ વિશ્વકપમાં ભારત માટે એક્સ ફેક્ટર સાબિત થયો હતો. પરંતુ સેમીફાઇનલ જેવી મોટી મેચમાં તે પ્રેશર હેન્ડલ કરી શક્યો નહીં. સૂર્યા માત્ર 14 રન બનાવી આઉટ થયો હતો. ઈંગ્લેન્ડની ટીમ સૂર્યા માટે ખાસ પ્લાન બનાવી આવી હતી. સૂર્યાને આદિલ રાશિદે પેવેલિયન પરત મોકલ્યો હતો. 


બોલિંગમાં વિકેટ ન મળી
હાર્દિક પંડ્યાના 63 રન અને કોહલીના 50 રનની મદદથી ભારતે 168 રન બનાવ્યા હતા. મોટા સ્કોરને ડિફેન્ડ કરતા ભારતીય બોલરો કમાલ કરી શક્યા નહીં. ન ભુવનેશ્વર પાવરપ્લેમાં વિકેટ લઈ શક્યો. ન યુવા અર્શદીપ કંઈ કરી શક્યો. અનુભવી શમી હોય કે અશ્વિન તેની સામે ઈંગ્લેન્ડના બેટરોએ આક્રમક વલણ અપનાવ્યું હતું. 


બટલર-હેલ્સની ધમાકેદાર બેટિંગ
169 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા જોસ બટલર અને એલેક્સ હેલ્સે તોફાની બેટિંગ કરી. બંનેએ પાવરપ્લેમાં 63 રન બનાવી મજબૂત પાયો બનાવી લીધો હતો. બંનેએ 170 રનની ભાગીદારી કરી ભારતને 10 વિકેટે પરાજય આપ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube