નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ  (ICC) બોર્ડની મંગળવારે યોજાનારી વર્ચ્યુઅલ બેઠકમાં ભારતમાં ટી20 વિશ્વકપની યજમાની પર નિર્ણય ટળી શકે છે, કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડ  (BCCI) તેના પર અંતિમ નિર્ણય કરવા માટે વધુ એક મહિનાના સમયની માંગ કરવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંગુલીનું ફોકસ આઈપીએલ પર
પહેલા તે નિર્ણય લેવામાં આવ્યો હતો કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ખુદ આ બેઠકમાં હાજર રહેશે. પરંતુ હવે તે માહિતી મળી છે કે દાદા ઓનલાઇન જ જોડાશે. તેઓ આઈપીએલના આયોજનને લઈને અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરવા માટે બુધવારે યૂએઈ રવાના થશે. 


ટી20 વિશ્વકપ ભારતમાં જ આયોજીત કરાવવા ઈચ્છે છે બોર્ડ
બેઠકમાં કોઈ ચોક્કસ પરિણામની આશા નથી અને એક જુલાઈ બાદ બીસીસીઆઈ એક અન્ય વિશેષ જનરલ મીટિંગ (SGM) બોલાવશે. આઈસીસી 18 જુલાઈથી શરૂ થનાર વાર્ષિક સંમેલન દરમિયાન પોતાના નિર્ણયની ઔપચારિક જાહેરાત કરી શકે છે. આઈપીએલની બાકીની મેચોનું આયોજન 15 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે યૂએઈમાં થશે. પરંતુ બીસીસીઆઈ ટી20 વિશ્વકપની યજમાનીની તક ગુમાવવા ઈચ્છતું નથી જેના માટે યૂએઈ વૈકલ્પિક વિકલ્પ છે. 


Sushil Kumar ની જેમ આ Olympic Champions પણ બની ગયા ગુનેગાર! જાણો કારણો  


સરકાર પાસે મંજૂરી લેશે ગાંગુલી
બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું- કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ તેવી સ્થિતિમાં નથી કે જેથી અમે ટી20 વિશ્વકપનું આયોજન કરી શકીએ. ગાંગુલી અને સચિવ જય શાહે નિર્ણય કરવા માટે એક મહિનાનો સમય માંગ્યો છે. તેમને ચોક્કસ સરકાર પાસેથી પણ સલાહ મળશે કે ભારતમાં યજમાની કરવી યોગ્ય છે કે નહીં. 


FTP પર પણ થશે ચર્ચા
બીસીસીઆઈના સૂત્રએ કહ્યું- બીસીસીઆઈ જો ઓક્ટોબર-નવેમ્બરમાં યજમાની કરવામાં સફળ રહે છે તો તેને નવ સ્થળની જગ્યાએ મુંબઈના ત્રણ સ્થળ પર આયોજીત કરવી જોઈએ. આ સિવાય 2023થી 2031 સુધી આઠ વર્ષના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) પર પણ ચર્ચા થશે. તેમાં દ્વિપક્ષીય સિરીઝ સિવાય આઈસીસીની ટૂર્નામેન્ટ પણ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube