નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપની પોતાની પ્રથમ મેચમાં ભારતને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત હવે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ભારતે ટૂર્નામેન્ટમાં ટકી રહેલા માટે ન્યૂઝીલેન્ડ સામે આગામી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. ન્યૂઝીલેન્ડને હરાવતા ભારતનું કામ સરળ થઈ જશે. પછી તેણે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબીયા સામે રમવાનું છે. આ ત્રણ ટીમો સામે મેચ જીતીને ભારત સેમીફાઇનલમાં પહોંચી શકે છે. ન્યૂઝીલેન્ડ માટે ભારતનો એક ખેલાડી કાળ સાબિત થઈ શકે છે. ખાસ કરી તેના કેપ્ટન કેન વિલિયમસન માટે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી બનશે ન્યૂઝીલેન્ડ માટે કાળ
31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં વરૂણ ચક્રવર્તીને બહાર કરવામાં આવી શકે છે અને અશ્વિન ટીમમાં આવી શકે છે. મહત્વનું છે કે અશ્વિન લાંબા સમયથી ભારત માટે વનડે કે ટી20 મેચ રમ્યો નથી. રવિચંદ્રન અશ્વિનનું ટી20 વિશ્વકપમાં રમવું જરૂરી છે, કારણ કે તે ભારતનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી છે. 


મોટી મેચનો ખેલાડી છે અશ્વિન
અશ્વિન 2011 અને 2015ના વિશ્વકપ સિવાય 2012, 2014 અને 2016ના ટી20 વિશ્વકપમાં રમવાનો અનુભવ ધરાવે છે. અશ્વિન ભારત માટે 2013 અને 2017ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમી ચુક્યો છે. અશ્વિને ન્યૂઝીલેન્ડ સામે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પણ રમી હતી. ભારત માટે 8 આઈસીસી ટૂર્નામેન્ટ રમવી મોટી વાત છે. તેવામાં અશ્વિન ન્યૂઝીલેન્ડ સામે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 


આ પણ વાંચોઃ 'હિન્દુઓ વચ્ચે નમાઝ'વાળા નિવેદન પર આખરે વકાર યુનુસે માફી માંગી, કહ્યું- બહુ મોટી ભૂલ થઈ ગઈ


જોવા મળશે અશ્વિનનો જલવો
34 વર્ષીય અશ્વિને બ્લૂ જર્સીમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 9 જુલાઈ 2017ની રમી હતી. આ ટી20 મેચ હતી, જે તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કિંગસ્ટનમાં રમી હતી. અશ્વિન ત્યારબાદ ભારત માટે માત્ર ટેસ્ટ મેચમાં જોવા મળી રહ્યો હતો. 


ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટનઃ), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube