દુબઈઃ આજે ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપની મહત્વપૂર્ણ મેચ રમવાની છે. આ મેચ ભારત માટે 'કરો યા મરો'ની રહેશે. આ મેચ એક રીતે ક્વાર્ટર ફાઈનલ જેવી હશે. જે પણ ટીમ આ મેચ હારે છે, તેનો સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો વધુ મુશ્કેલ બની જશે. જો આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો પરાજય થાય છે તો તેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવાનો ખતરો વધી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત માટે ખરાબ સમાચાર
ન્યુઝીલેન્ડ સામેની આ મોટી મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો 'દુશ્મન' ફિટ થઈને રમવા માટે તૈયાર છે. ન્યુઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલે ફરી ફિટનેસ મેળવી લીધી છે અને તે ભારત સામે ટી20 વર્લ્ડ કપની મેચમાં પસંદગી પામ્યો છે. પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડની હાર વખતે ગુપ્ટિલને ડાબા પગના અંગૂઠામાં ઈજા થઈ હતી.


ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો 'દુશ્મન' ફિટ છે
ન્યુઝીલેન્ડના મીડિયાએ રાષ્ટ્રીય ટીમના કોચ ગેરી સ્ટેડને ટાંકીને જણાવ્યું હતું કે, "ગુપ્ટિલે ગઈકાલે પેક્સિસ કરી અને તે આજે રાતથી ફરીથી પેક્સિસ કરી રહ્યો છે, તેથી તે જોવાનું રહ્યું કે તે ટીમમાં પસંદગી પામે છે કે નહીં. સ્ટીડે વધુમાં જણાવ્યું હતું કે એડમ મિલ્ને પણ ભારત વિરુદ્ધ ઈલેવનનો ભાગ હોઈ શકે છે. મિલ્નેને ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનની ઈજાના કારણે તેના વિકલ્પ તરીકે પસંદ કરાયો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ બંને T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યા છે. બંન્ને ટીમોએ પોતાની શરૂઆતની મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


ન્યુઝીલેન્ડ સામે ભારતનો ડરામણો રેકોર્ડ
સેમીફાઈનલમાં પહોંચવાની દ્રષ્ટિએ આ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જો આપણે ઈતિહાસના પાના ફેરવીએ તો ખબર પડશે કે ભારત ક્યારેય ટી-20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને હરાવી શક્યું નથી. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સાથે બે મેચ રમી છે, જેમાં તેને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ T20 વર્લ્ડ કપ 2007માં રમાઈ હતી, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. છેલ્લી વખત 2016ના વર્લ્ડ કપમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપી હતી ત્યારે ભારતીય ટીમને 47 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.


ભારત ઈતિહાસ બદલવા માંગે છે
આજે ભારત ન્યૂઝીલેન્ડને કોઈપણ ભોગે હરાવવા માંગશે, કારણ કે સેમિફાઈનલમાં પહોંચવા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમો પાકિસ્તાન સામે એક-એક મેચ હારી છે. આવી સ્થિતિમાં, ટૂર્નામેન્ટમાં હવે રોમાંચકતા આવી ગઈ છે. ભારત પાસે સુવર્ણ તક છે. ટીમ ઈન્ડિયા કિવી ટીમને હરાવીને ઈતિહાસ બદલવા ઈચ્છશે.


ન્યુઝીલેન્ડ સામે ભારતની પ્લેઈંગ ઈલેવન આ રીતની હોઈ શકે છે:
કેએલ રાહુલ, રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી (કેપ્ટન), ઈશાન કિશન, ઋષભ પંત (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube