T20 World Cup 2022: શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાને આપી `ધમકી`, શું કહ્યું તે જાણવા માટે જુઓ Video

T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપ 2022માં અચાનક પાકિસ્તાનને જીવનદાન મળી જતા પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર જો જાણે હોશ જ ગુમાવી બેઠા અને ટીમ ઈન્ડિયાને મોટી ધમકી આપી દીધી. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વીડિયો બહાર પાડીને ભારતીય ક્રિકેટ ટીમ પર એક નિવેદન આપ્યું જે હાલ ખળભળાટ મચાવી રહ્યું છે.
T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપ 2022માં રવિવારનો દિવસ પાકિસ્તાન માટે ભાગ્ય ચમકાવનારો બની રહ્યો. નેધરલેન્ડ્સ જેવી નબળી ટીમે ટેબલ ટોપર દક્ષિણ આફ્રિકાને હરાવીને અપસેટ સર્જી નાખતા દ.આફ્રિકા જેવી ધૂરંધર ટીમ સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ. દ.આફ્રિકા બહાર થઈ જતા પાકિસ્તાન માટે રસ્તો ચોખ્ખો થઈ ગયો અને તેણે બાંગ્લાદેશને પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં હરાવીને સેમીફાઈનલમાં એન્ટ્રી કરી લીધી.
ટીમ ઈન્ડિયાને શોએબની ધમકી
ટી20 વર્લ્ડ કપ 2022માં અચાનક પાકિસ્તાનને જીવનદાન મળી જતા પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર જો જાણે હોશ જ ગુમાવી બેઠા અને ટીમ ઈન્ડિયાને મોટી ધમકી આપી દીધી. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વીડિયો બહાર પાડીને ભારતીય ક્રિકેટ ટીમ પર એક નિવેદન આપ્યું જે હાલ ખળભળાટ મચાવી રહ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube