નવી દિલ્હીઃ T20 World Cup 2022: ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ટી20 વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. તેવામાં આ ખતરનાક બોલર ટી20 વિશ્વકપ-2022માં જસપ્રીત બુમરાહની જગ્યા લેવાનો છે. ભારતનો આ ફાસ્ટ બોલર ટી20 વિશ્વકપમાં ધમાલ મચાવી શકે છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે પણ આ ફાસ્ટ બોલરને જસપ્રીત બુમરાહના સ્થાને ટીમમાં સામેલ કરવાનો સંકેત આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 વિશ્વકપમાં બુમરાહની જગ્યાએ રમશે આ બોલર
ભારતીય ટીમનો ખતરનાક ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટી20 વિશ્વકપમાં જસપ્રીત બુમરાહની જગ્યા લેશે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિતે આ વાતનો સંકેત આપ્યો છે. રાહુલ દ્રવિડે સંકેત આપ્યો કે શમી કોરોના સંક્રમણમાંથી ફિટ થવા પર તે ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની જગ્યા લેશે. 


કોચ રાહુલ દ્રવિડે આપ્યો સંકેત
મોહમ્મદ શમી ટી20 વિશ્વકપ માટે દીપક ચાહરની સાથે ભારતના રિઝર્વ ફાસ્ટ બોલરમાં છે. કોરોના સંક્રમણને કારણે મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વિરુદ્ધ સિરીઝમાંથી બહાર રહ્યો હતો. બીસીસીઆઈએ હજુ બુમરાહના વિકલ્પની જાહેરાત કરી નથી. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સિરીઝ બાદ દ્રવિડે સંકેત આપ્યો છે કે શમીને મહત્વ આપવામાં આવી શકે છે, પરંતુ ચાહર અને મોહમ્મદ સિરાજ પણ દાવેદાર છે.


આ પણ વાંચોઃ T20 World Cup 2022 માટે મેચ રેફરી અને અમ્પાયરોની જાહેરાત, આ ભારતીયને મળી જગ્યા


આ મોટો નિર્ણય લેશે ટીમ ઈન્ડિયા
રાહુલ દ્રવિડે કહ્યુ- અમે વિકલ્પો પર વિચાર કરી રહ્યાં છીએ. અમારી પાસે 15 ઓક્ટોબર સુધીનો સમય છે. શમી સ્ટેન્ડબાયમાં છે, પરંતુ તે છેલ્લી બે સિરીઝમાં રમી શક્યો નહીં. આ સમયે તે એનસીએમાં છે અને તેના મેડિકલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. 


ભારતીય ટીમ 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે
બુમરાહ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ટીમ 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે, જ્યાં પર્થમાં બે પ્રેક્ટિસ મેચ રમશે. ત્યારબાદ ભારતીય ટીમ બ્રિસબેન રવાના થશે. ટી20 વિશ્વકપમાં ભારત પાકિસ્તાન સામે 23 ઓક્ટોબરે રમી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. બીસીસીઆઈએ 15 ઓક્ટોબર પહેલા બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવી પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube