T20 World Cup 2022 માટે મેચ રેફરી અને અમ્પાયરોની જાહેરાત, આ ભારતીયને મળી જગ્યા

16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપની શરૂઆત થઈ રહી છે. ટૂર્નામેન્ટ માટે તમામ ટીમ જાહેર થઈ ગઈ છે. હવે આઈસીસી મેચ ઓફિશિયલ્સની પણ જાહેરાત કરી દીધી છે.  

T20 World Cup 2022 માટે મેચ રેફરી અને અમ્પાયરોની જાહેરાત, આ ભારતીયને મળી જગ્યા

દુબઈઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2022 માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મેચ ઓફિશિયલ્સની જાહેરાત કરી દીધી છે. મેચ રેફરી અને અમ્પાયરો સહિત કુલ 20 અધિકારીઓને પસંદ કરવામાં આવ્યા છે, જેમાં 16 અમ્પાયર અને 4 મેચ રેફરી છે. અમ્પાયરોમાં એક ભારતીય પણ સામેલ છે, જેનું નામ નીતિન મેનન છે. નીતિન મેનન ભારતના એકમાત્ર અમ્પાયર છે, જે આઈસીસીની એલીટ પેનલમાં છે, જે ઓસ્ટ્રેલિયા પહોંચી ચુક્યા છે.  

આઈસીસીએ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડ અને સુપર 12ના સ્ટેજ માટે 20 ઓફિશિયલ્સની જાહેરાત કરી છે. આઈસીસીએ અખબારી યાદીમાં કહ્યું છે- કુલ મળી 16 અમ્પાયર ટૂર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરશે, જે 2021ના ફાઇનલમા અમ્પાયર હતા, તેમાં રિચર્ડ કેટલબોરો, નીતિન મેનન, કુમારા ધર્મસેના અને મરૈસ ઇરાસ્મસનું નામ સામેલ છે. 

આઈસીસી એલીટ પેનલના મેચ રેફરી રંજન મદુગલે, પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોમાં સામેલ છે, જે ટી20 વિશ્વકપની આઠમી સીઝન માટે મેચ રેફરી હશે. શ્રીલંકાના મદુગલેની સાથે ઝિમ્બાબ્વેના એન્ડ્રયૂ પાઇક્રોફ્ટ, ઈંગ્લેન્ડના ક્રિસ્ટોફર બ્રોડ અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ બૂન આ મેગા ઈવેન્ટમાં મેચ રેફરી હશે. 

પાઇક્રોફ્ટ 16 ઓક્ટોબરે જિલોન્ગમાં ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં રેફરીની કમાન સંભાળશે, જ્યારે શ્રીલંકા નામીબિયા સામે ટકરાશે, જેમાં જોએલ વિલ્સન અને રોડ કટર મેદાની અમ્પાયર હશે. પોલ રાઇફેલ ચોથા અમ્પાયરની ભૂમિકામાં અને ઇરાસ્મસની સાથે ટીવી અમ્પાયરના રૂપમાં કાર્ય કરશે. ઇરાસ્મસ, ટકર અને અલીમ દાર પોતાના સાતમાં આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપમાં સામેલ થવા માટે તૈયાર છે.

ICC મેન્સ T20 વિશ્વકપ 2022 ના મેચ અધિકારી
મેચ રેફરીઃ એન્ડ્રયૂ પાઇક્રોફ્ટ, ક્રિસ્ટોફર બ્રોડ, ડેવિડ બૂન અને રંજન મદુગલે. 

અમ્પાયરઃ એડ્રિયન હોલ્ડસ્ટોક, અલીમ દાર, અહસાન રઝા, ક્રિસ્ટોફર બ્રાઉન, ક્રિસ્ટોફર ગફાની, જોએલ વિલ્સન, કુમારા ધર્મસેના, લેંગ્ટન રૂસેરે, મરૈસ ઇરાસ્મસ, માઇકલ ગફ, નીતિન મેનન, પોલ રીફેલ, પોલ વિલ્સન, રિચર્ડ ઇલિંગવર્થ, રિચર્ડ કેટલબોરો, રોડની ટકર.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news