T20 World Cup 2024 Super-8 Groups: 2024 ટી20 વિશ્વકપના લીગ સ્ટેજના મુકાબલા સમાપ્ત થવાના છે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં 20 ટીમોએ ભાગ લીધો હતો, પરંતુ હવે માત્ર આઠ ટીમો આગામી રાઉન્ડ એટલે કે સુપર-8માં પહોંચશે. અત્યાર સુધી સાત ટીમોએ સુપર-8માં પ્રવેશ કરી લીદો છે. બાંગ્લાદેશ અને નેપાળ મેચ બાદ આઠમી ટીમ નક્કી થઈ જશે. નોંધનીય છે કે સુપર-8માં દરેક ટીમને બે ગ્રુપમાં વેચવામાં આવશે. સુપર-8ની દરેક મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશોએ સુપર-8 માટે કર્યું ક્વોલીફાઈ
ઈંગ્લેન્ડે નામીબિયા વિરુદ્ધ ધમાકેદાર જીતથી સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. ઈંગ્લેન્ડ પહેલા ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ અને અફઘાનિસ્તાને સુપર-8માં પ્રવેશ કર્યો હતો. હવે બાંગ્લાદેશ આગામી રાઉન્ડમાં પહોંચનારી છેલ્લી ટીમ હોઈ શકે છે. તો પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા જેવી ટીમો બહાર થઈ ગઈ છે. 


લીગ સ્ટેજમાં આવું રહ્યું ક્વોલીફાઈ કરનારી ટીમની સ્થિતિ
2024 ટી20 વિશ્વકપની લીગ સ્ટેજમાં ભારતીય ટીમે ચાર મેચ રમી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ત્રણ મેચમાં જીત મળી તો એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. આ સિવાય અમેરિકાએ બે મેચમાં જીત મેળવી તો તેની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. તેવામાં અમેરિકાએ પાંચ પોઈન્ટ સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. 


ઓસ્ટ્રેલિયાએ લીગ સ્ટેજમાં પોતાની ચારેય મેચમાં જીત મેળવી છે. જ્યારે ઈંગ્લેન્ડે પાંચ પોઈન્ટ્સ સાથે સુપર-8માં પ્રવેશ કર્યો છે. પાંચ પોઈન્ટ્સ તો સ્કોટલેન્ડના પણ હતા, પરંતુ ઈંગ્લેન્ડને સારી નેટ રનરેટનો ફાયદો મળ્યો છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે પોતાના ગ્રુપમાં ત્રણ-ત્રણ મેચ જીતી સુપર-8માં એન્ટ્રી કરી છે. 


આ પણ વાંચોઃ પંતથી પણ ખતરનાક હતો અકસ્માત, ડોક્ટરે આપી દીધો હતો જવાબ! આજે આ ખેલાડી મચાવે છે ધૂમ


ડી ગ્રુપથી દક્ષિણ આફ્રિકાએ પોતાની ચારેય લીગ મેચ જીતી છે. આફ્રિકાએ બાંગ્લાદેશ સામે 4 રનથી તો નેપાળ સામે 1 રનથી જીત મેળવી હતી. આ ગ્રુપમાં બાંગ્લાદેશ બીજી ટીમ તરીકે ક્વોલીફાઈ કરી શકે છે. બાંગ્લાદેશના ચાર પોઈન્ટ છે અને એક મેચ નેપાળ સામે રમવાની છે. બાંગ્લાદેશ જીત સાથે આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી શકે છે.


સુપર-8ના ગ્રુપ
સુપર-8 ગ્રુપ-1
અફઘાનિસ્તાન
ભારત
ઓસ્ટ્રેલિયા
બાંગ્લાદેશ/નેધરલેન્ડ


સુપર-8 ગ્રુપ- 2
યૂુએસએ
ઈંગ્લેન્ડ
દક્ષિણ આફ્રિકા
વેસ્ટ ઈન્ડિઝ