ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે ટી20 વિશ્વ કપ 2024ની ફાઈનલ મેચ બાર્બાડોસમાં રમાવવાની છે. બંને ટીમો પહેલીવાર વિશ્વકપની ફાઈનલમાં ટકરાશે. આ અગાઉ ભારત અનેકવાર ફાઈનલમાં પ્રવેશી ચૂક્યું છે અને ટુર્નામેન્ટ જીતી ચૂક્યું છે પરંતુ દક્ષિણ આફ્રીકાએ તો આ વખતે ઈતિહાસ સર્જી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આમ તો આઈસીસીએ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ આજે એટલે કે 29મી જૂને રાખેલી છે. પરંતુ જે રીતના રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે તેને જોઈએ તો આ ફાઈનલ આજે રમાય તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જાણો તેનું શું કારણ છે. જો કે ફાઈનલ આજે રમાશે કે નહીં તે અંગે તો હજુ રાહ જ જોવી પડે. છેલ્લે શું સ્થિતિ જોવા મળે છે તેના પર બધુ નિર્ભર છે. જો વરસાદનું વિધ્ન નહીં હોય તો આજે ફાઈનલ રમાશે...નહીં તો પછી રિઝર્વ ડે પર. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઈનલ પર વરસાદનું જોખમ
શરૂઆતથી જ ટુર્નામેન્ટ પર વરસાદનું જોખમ જોવા મળ્યું છે. અનેક લીગ મેચોમાં પણ વરસાદે ખલેલ પાડી હતી. આ ઉપરાંત સેમીફાઈનલમાં પણ વરસાદ વરસ્યો હતો અને માંડ માંડ મેચ રમાઈ હતી. ત્યારબાદ હવે ફાઈનલ પર વરસાદનું જોખમ છે. રિપોર્ટ મુજબ ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે રમાનારી ફાઈનલ દરમિયાન વરસાદના 78 ટકા ચાન્સ છે. જો કે ફાઈનલ માટે આઈસીસીએ રિઝર્વ ડે પણ રાખેલો છે.


આ ઉપરાંત બાર્બાડોસ હવામાન વિભાગે જારી કરેલી સૂચના મુજબ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રીક ફાઈનલની મેચ તોફાનથી પણ પ્રભાવિત થઈ શકે છે. હવામાન રિપોર્ટ મુજબ 29 જૂનના રોજ બાર્બાડોસમાં આખો દિવસ વરસાદની શક્યતા છે. જો કે મેચ દરમિયાન હવામાનની આગાહી બદલાય તેવી અપેક્ષા રખાઈ રહી છે. 


મેદ દરમિયાન દરેક કલાકના હવામાન અપડેટ (Weather.com ડેટા)


બાર્બાડોસમાં સવારે 9 વાગ્યાનું હવામાન (ભારતીય સમય મુજબ સાંજે 6.30)


તાપમાન- 29°
વરસાદની શક્યતા- 50%


બાર્બાડોસમાં સવારે 10 વાગ્યાનું હવામાન (ભારતીય સમય મુજબ સાંજે 7.30)


તાપમાન- 30°
વરસાદની શક્યતા- 55%


બાર્બાડોસમાં સવારે 11 વાગ્યાનું હવામાન (ભારતીય સમય મુજબ રાતે 8.30)


તાપમાન- 30°
વરસાદની શક્યતા- 57%


બાર્બાડોસમાં બપોરે 12 વાગ્યાનું હવામાન (ભારતીય સમય મુજબ રાતે 9.30)


તાપમાન- 30°
વરસાદની શક્યતા- 72 ટકા


બાર્બાડોસમાં બપોરે 1 વાગ્યાનું હવામાન (ભારતીય સમય મુજબ રાતે 10.30)


તાપમાન- 30°
વરસાદની શક્યતા- 56 %


બાર્બાડોસમાં બપોરે 2 વાગ્યાનું હવામાન (ભારતીય સમય મુજબ રાતે 11.30)


તાપમાન- 29°
વરસાદની શક્યતા- 51 %


બાર્બાડોસમાં બપોરે 3 વાગ્યાનું હવામાન (ભારતીય સમય મુજબ રાતે 12.30)


તાપમાન- 29°
વરસાદની શક્યતા- 48 %


બાર્બાડોસમાં બપોરે 4 વાગ્યાનું હવામાન (ભારતીય સમય મુજબ રાતે 01.30)


તાપમાન- 28°
વરસાદની શક્યતા- 37 %


બાર્બાડોસમાં સાંજે 5 વાગ્યાનું હવામાન (ભારતીય સમય મુજબ રાતે 02.30)


તાપમાન- 28°
વરસાદની શક્યતા- 30 %



રિઝર્વ ડે ઉપર પણ રમાઈ શકે
સોશિયલ મીડિયા પર બાર્બાડોસમાં પડી રહેલા વરસાદના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી બાર્બાડોસમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે જો ફાઈનલ આજે ન રમાઈ શકે તો પછી આ મેચ રિઝર્વ ડે એટલે કે 30મી જૂનના રોજ રમાઈ શકે. ફાઈનલ માટે આઈસીસીએ અલગ નિયમ બનાવેલો છે. ફાઈનલ મેચ માટે 190 મિનિટ એકસ્ટ્રા રાખવામાં આવી છે. એટલે કે જો મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ જાય તો 190 મિનિટ સુધી રાહ જોઈ શકાય અને જો ત્યારબાદ પણ વરસાદ બંધ ન થાય તો પછી ઓવર કપાવવાની શરૂ થશે. 



રિઝર્વ ડે ઉપર પણ ન રમાય તો?
વરસાદના કારણે જો 29મી જૂને મેચનું કોઈ પરિણામ ન આવે તો મેચ રિઝર્વ ડે એટલે કે 30 જૂનના રોજ રમાશે. મહત્વની વાત એ છે કે 29 જૂનના રોજ મેચ જ્યાં અટકી હશે ત્યાંથી શરૂ થશે અને મેચમાં ડીએલએસ મેથડથી પરિણામ આવે તે માટે ઓછામાં ઓછી 10-10 ઓવર રમાય તે જરૂરી હશે. જો વરસાદના કારણે 30 જૂનના રોજ રિઝર્વ ડેના દિવસે પણ મેચનું પરિણામ ન આવે તો આ સ્થિતિમાં ભારત અને દક્ષિણ આફ્રીકાને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. 


ટીમ ઈન્ડિયાની નજર ટ્રોફી પર
ભારતીય ટીમ હજુ સુધી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. બીજી બાજુ દક્ષિણ આફ્રીકા પણ ટુર્નામેન્ટમાં અજેય બનીને ઉભરી છે. ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વ કપ ફાઈનલમાં ત્રીજી અને દક્ષિણ આફ્રીકાએ પહેલીવાર જગ્યા બનાવી છે. વર્ષ 2007માં પહેલીવાર ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટ જીતી હતી. હવે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ બીજીવાર ટી20 વર્લ્ડ  કપની ટ્રોફી પોતાના નામે કરવા ઈચ્છશે.