નવી દિલ્હીઃ  T20 World Cup 2024 Team India : ટી20 વિશ્વકપ 2024 ભલે હજુ દૂર હોય, પરંતુ તેમાં રમવાની દાવેદારી અત્યારથી રજૂ થવા લાગી છે. જૂનમાં યોજાનાર વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે થશે, તે કહેવું મુશ્કેલ છે. આમ તો ભારતીય ટીમ હવે વિશ્વકપ પહેલા કોઈ ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ રમશે નહીં, પરંતુ માર્ચના અંતથી આઈપીએલ 2024 શરૂ થશે, જેમાં ખેલાડીઓની પરીક્ષા થશે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર કોણ હશે, તેને લઈને ઘણા નામ સામે આવી રહ્યાં છે. પરંતુ તે માટે સ્લોટ માત્ર એક હશે, પરંતુ દાવેદાર ઘણા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિષભ પંત આઈપીએલમાં કરી શકે છે વાપસી
એક સમયે રિષભ પંત ભારતીય ટીમનો નિયનિત વિકેટકીપર બેટર હતો. પરંતુ એક વર્ષ પહેલા પંતના અકસ્માત બાદ સ્થિતિ બદલાઈ ગઈ હતી. ડિસેમ્બર 2022માં થયેલા અકસ્માત બાદ પંતે હજુ મેદાન પર વાપસી કરી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તે આઈપીએલ 2024 સુધી ફિટ થઈ જશે અને લીગમાં રમી શકે છે. રિષભ પંતે વિશ્વકપ માટે પોતાની દાવેદારી રજૂ કરવા માટે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.


આ પણ વાંચોઃ એ ખેલાડી જે પોતાની બોલિંગ એક્શનના કારણે છવાઈ ગયો, પછી ગુમનામીમાં ધકેલાઈ ગયો


સંજૂ સેમસન અને જિતેશ શર્મા પણ રેસમાં
અફઘાનિસ્તાન વિરુદ્ધ તાજેતરમાં સમાપ્ત થયેલી ટી20 સિરીઝમાં જિતેશ શર્મા અને સંજૂ સેમસનને તક આપવામાં આવી હતી. પ્રથમ બે મેચમાં જિતેશ ઉતર્યો તો ત્રીજી મેચમાં સંજૂ સેમસન રમ્યો હતો. પરંતુ આ બંને ખેલાડી મોટી ઈનિંગ રમી શક્યા નહીં. પરંતુ આ બંને ખેલાડી આઈપીએલમાં પોત-પોતાની ટીમના મુખ્ય કીપર છે. સંજૂ સેમસન રાજસ્થાન રોયલ્સની કમાન સંભાળતો જોવા મળશે તો જિતેશ શર્મા પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળશે. આઈપીએલમાં બંને ખેલાડીઓના પ્રદર્શન પર પસંદગીકારોની નજર રહેશે. 


ઈશાન કિશન અને કેએલ રાહુલ પણ હોઈ શકે છે વિકલ્પ
રિષભ પંત ઈજાગ્રસ્ત થયા બાદ ઈશાન કિશનને તક આપવામાં આવી હતી. ઈશાન કિશને ઘણી શાનદાર ઈનિંગ રમી પરંતુ અત્યારે તે રેસમાંથી બહાર જોવા મળી રહ્યો છે. ઈશાન કિશન આઈપીએલમાં મુંબઈ તરફથી રમવા ઉતરશે. ટીમ ઈન્ડિયા પાસે અન્ય વિકલ્પના રૂપમાં કેએલ રાહુલ પણ છે. કેએલ રાહુલ એલએસજીની કમાન સંભાળશે. હવે જોવાનું તે રહેશે કે રાહુલ કયાં નંબર પર બેટિંગ કરે છે અને ટી20 લીગમાં તેનું પ્રદર્શન કેવું રહે છે. કુલ મળી વિશ્વકપની ટીમમાં વધુમાં વધુ બે કીપરને સ્થાન મળી શકે છે, જેમાંથી એક પ્લેઈંગ ઈલેવનમાં હશે. પરંતુ પસંદગીકારો કયાં ખેલાડીને વિશ્વકપની ટિકિટ આપશે તે જોવાનું રહેશે.