ક્રિકેટનો 'દેડકો'... એ ખેલાડી જે પોતાની બોલિંગ એક્શનના કારણે છવાઈ ગયો, પછી ગુમનામીમાં ધકેલાઈ ગયો

એવા કેટલાય બોલર્સ છે જે પોતાની અજીબોગરીબ બોલિંગ સ્ટાઈલના કારણે ક્રિકેટમાં ઘણા જાણીતા થયા છે. જેમાં બુમરાહ અને મલિંગાએ તો ઈન્ટરનેશનલ લેવલ પર મોટી સફળતા મેળવેલી છે. આ બધા તો ફાસ્ટ બોલર છે. પરંતુ સૌથી અજીબ એક્શનની જ્યારે વાત થાય તો સૌથી ઉપર નામ આવે છે એક સ્પિનરનું જેણે બેટર્સને રીતસરના હેરાન પરેશાન કરી નાખ્યા હતા. 

ક્રિકેટનો 'દેડકો'... એ ખેલાડી જે પોતાની બોલિંગ એક્શનના કારણે છવાઈ ગયો, પછી ગુમનામીમાં ધકેલાઈ ગયો

જસપ્રીત બુમરાહ, મતીષા પતિરણા, લસિથ મલિંગા, સોહેલ તનવીર વગેરે વગેર...એવા કેટલાય બોલર્સ છે જે પોતાની અજીબોગરીબ બોલિંગ સ્ટાઈલના કારણે ક્રિકેટમાં ઘણા જાણીતા થયા છે. જેમાં બુમરાહ અને મલિંગાએ તો ઈન્ટરનેશનલ લેવલ પર મોટી સફળતા મેળવેલી છે. આ બધા તો ફાસ્ટ બોલર છે. પરંતુ સૌથી અજીબ એક્શનની જ્યારે વાત થાય તો સૌથી ઉપર નામ આવે છે એક સ્પિનરનું જેણે બેટર્સને રીતસરના હેરાન પરેશાન કરી નાખ્યા હતા. 

અમે જે બોલરની વાત કરી રહ્યા છીએ તે છે દક્ષિણ આફ્રીકાના ડાબોડી સ્પિનર પોલ એડમ્સ. જેમનો આજે જન્મદિવસ છે. આજે એટલે કે 20 જાન્યુઆરી 2024ના રોજ તેઓ 47 વર્ષના થઈ ગયા છે. પોલ એડમ્સ 90ના દાયકામાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવ્યા હતા અને આવતા જ છવાઈ ગયા હતા. તેનું કારણ તેમની બોલિંગથી વધુ તો બોલિંગ એક્શન હતી. આવી એક્શન ક્રિકેટ ફેન્સ તો શું ક્રિકટર્સે પણ કદાચ પહેલીવાર જોઈ હતી. 

અજીબ એક્શનના કારણે 'દેડકો'
એડમ્સની બોલિંગ એક્શન કઈક એવી હતી કે તે બોલ નાખતા પહેલા આગળની તરફ સંપૂર્ણ રીતે નમી જતા હતા અને પછી તેમનો ડાબો હાથ શરીરની ઉપર આવતો હતો. એડમ્સની આંખો બેટ્સમેન તરફ હોવાની જગ્યાએ પાછળની તરફ અને પછી આકાશ તરફ જતી હતી. હવે આ એક્શન સાથે એડમ્સ કેવી સટીક બોલિંગ કરતા હતા એ બધા માટે રહસ્ય બની રહ્યું હતું. આ કારણ હતું કે શરૂઆતમાં તેઓ બેટ્સમેનો માટે ખુબ મુશ્કેલી પેદા કરતા હતા. 

તેમની એક્શનના કારણે જ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈક ગેટિંગે એડમ્સને 'ફ્રોગ ઈન એ બ્લેન્ડર' એટલે કે 'બ્લેન્ડરમાં ફસાયેલો એક દેડકો' કહી દીધુ હતું. જો કે થોડા સમય બાદ બેટ્સમેનોએ તેમનો તોડ પણ કાઢી લીધો હતો. કારણ કે એડમ્સ પોતાની એક્શન સિવાય બોલિંગમાં કઈ નવીનતા લાવી શક્યા નહીં. તેના કારણે ધીરે ધીરે તેઓ બેઅસર થતા ગયા અને પછી 2004માં દક્ષિણ આફ્રીકાના ટીમમાંથી હંમેશા માટે બહાર જતા રહ્યા. 

આવી રહી કરિયર
એડમ્સ સંપૂર્ણ રીતે ક્રિકેટમાંથી ગાયબ થઈ ગયા અને 2008માં ગુમનામીમાં જ તેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. એડમ્સે દક્ષિણ આફ્રીકા માટે 45 ટેસ્ટ રમી અને તેમના ખાતામાં લગભગ 33ની સરેરાશથી 134 વિકેટ આવી. તેમણે 4 ઈનિંગમાં 5થી વધુ વિકેટ ખેરવી. જ્યારે 24 વનડે મેચમાં ફક્ત 29 વિકેટ જ મળી શકી. જો કે 141 ફર્સ્ટ ક્લાસ મેચોમાં એડમ્સે 412 વિકેટ લીધી જે પેસર ફ્રેન્ડલી દક્ષિણ આફ્રીકાની પીચોને જોતા ખરાબ ન કહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news