T20 WC: ડેવિડ વોર્નરની વિસ્ફોટક ઈનિંગ, ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને આપી કારમી હાર
લાંબા સમય બાદ ફોર્મમાં પરત ફરેલા વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરની 65 રનની ઈનિંગથી કાંગારૂઓનો વિજય સરળ બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની બે મેચમાં આ બીજી જીત છે. આ ટીમ ગ્રુપ ટેબલમાં ઈંગ્લેન્ડ બાદ બીજા ક્રમે છે. શ્રીલંકા એટલી જ મેચોમાં એક જીત અને એક હાર સાથે ચોથા ક્રમે છે.
નવી દિલ્હી: ICC T20 વર્લ્ડ કપ સુપર-12ની ગ્રુપ-1ની મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવી દીધી છે. લાંબા સમય બાદ ફોર્મમાં પરત ફરેલા વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરની 65 રનની ઈનિંગથી કાંગારૂઓનો વિજય સરળ બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની બે મેચમાં આ બીજી જીત છે. આ ટીમ ગ્રુપ ટેબલમાં ઈંગ્લેન્ડ બાદ બીજા ક્રમે છે. શ્રીલંકા એટલી જ મેચોમાં એક જીત અને એક હાર સાથે ચોથા ક્રમે છે.
વોર્નરે 42 બોલની ઈનિંગમાં 10 શાનદાર ચોગ્ગા સાથે પ્રથમ વિકેટ માટે કેપ્ટન એરોન ફિન્ચ સાથે 6.5 ઓવરમાં 70 રનની ભાગીદારી નોંધાવી હતી. ફિન્ચે 23 બોલમાં 37 રનની ઈનિંગ દરમિયાન પાંચ ચોગ્ગા અને બે સિક્સર ફટકાર્યા હતા. વોર્નરે પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ (26 બોલમાં અણનમ 28) સાથે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાના 155 રનના લક્ષ્યાંકને 18 બોલ બાકી રહેતા ત્રણ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.
ઓસ્ટ્રેલિયાને મળ્યો 155 રનનો લક્ષ્યાંક
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. કુશલ પરેરા અને ચરિથ અસલંકાની 35-35ની યાદગાર ઇનિંગ્સ બાદ છેલ્લી ઓવરમાં ભાનુકા રાજપક્ષે (અણનમ 33)ની આક્રમક બેટિંગથી આ લક્ષ્યાંક બનાવ્યો હતો. કુશલ પરેરાએ 25 બોલમાં જ્યારે અસલંકાએ 27 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકાર્યા હતા. રાજપક્ષેએ પણ 26 બોલમાં અણનમ ઈનિંગમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પા, પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે 2-2 વિકેટ ઝડપી હતી, જેમાં ઝમ્પા ખૂબ જ આર્થિક હતી. તેણે 4 ઓવરમાં માત્ર 12 રન જ આપ્યા હતા.
ગ્રેડ પે મુદ્દે મોટા સમાચાર: ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ આપ્યું મોટું નિવેદન
ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યા પછી પેટ કમિન્સે ત્રીજી ઓવરમાં પથુમ નિસાંકા (7)ને ડેવિડ વોર્નરના હાથે કેચ આપીને શ્રીલંકાને પ્રથમ ઝટકો આપ્યો હતો. આ ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા બાદ શાનદાર ફોર્મમા ચાલી રહેલા ચરિથ અસલંકાએ ક્રિઝ પર પગ મૂકતાની સાથે જ ગ્લેન મેક્સવેલને આગામી ઓવરમાં સિક્સર ફટકારીને આવકાર આપ્યો હતો. ત્યારબાદ તેણે બીજી બાઉન્ડ્રી ફટકારી. શ્રીલંકાએ મેક્સવેલની ઓવરમાં 16 રન બનાવ્યા હતા જેમાં વાઈડના પાંચ રન સામેલ હતા.
ઓપનર કુશલ પરેરાએ કમિન્સ સામે ચોગ્ગો ફટકારીને પાવર પ્લેમાં શ્રીલંકાના સ્કોરને એક વિકેટે 53 સુધી પહોંચાડ્યો હતો. પરેરાએ માર્કસ સ્ટોઇનિસ સામે સતત બે ચોગ્ગા ફટકારીને નવમી ઓવરમાં રન રેટ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઝમ્પાએ 10મી ઓવરમાં અસલંકાને પોતાની સ્પિનમાં ફસાવી દીધો હતો. અસલંકાએ સ્વીપ કરવાના પ્રયાસમાં સ્ટીવ સ્મિથને આસાન કેચ આપ્યો હતો. તેણે પરેરા સાથે બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી.
અમદાવાદમાં વધુ એક લૂંટનો બનાવ: ST બસમાં આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો, શંકાસ્પદ વ્યક્તિ CCTVમાં કેદ
કેપ્ટન ફિન્ચે 11મી ઓવરમાં મિચેલ સ્ટાર્કને બોલ આપ્યો અને પરેરાએ તેના બીજા બોલ પર ગગનચુંબી સિક્સર ફટકારી હતી, પરંતુ તે પછીના બોલ પર બોલ્ડ થયો હતો. ઝમ્પાએ 12મી ઓવરમાં અવિષ્કા ફર્નાન્ડો (4) અને કમિન્સે 13મી ઓવરમાં વાનિન્દુ હસરાંગા (4)ને આઉટ કરીને શ્રીલંકાને ચોથો અને પાંચમો ઝટકો આપ્યો હતો.
16 રનની અંદર 4 વિકેટ ગુમાવી દેતાં શ્રીલંકાના રન-રેટમાં ઘટાડો થયો હતો, પરંતુ ભાનુકા રાજપક્ષે 17મી ઓવરમાં સ્ટોઇનિસ સામે સતત બે ચોગ્ગા અને પછી સિક્સર સાથે 17 રન બનાવ્યા હતા. આગલી ઓવરમાં કેપ્ટન દાસુન શનાકાએ પેટ કમિન્સ સામે ચોગ્ગો ફટકાર્યો, પરંતુ બીજો મોટો શોટ રમવાના પ્રયાસમાં વિકેટકીપર મેથ્યુ વેડનો કેચ આપી બેઠો હતો. તેણે 19 બોલમાં 12 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ માત્ર બે ચોગ્ગા ફટકાર્યા બાદ પણ છેલ્લી બે ઓવરમાં 19 રન બનાવીને રક્ષાત્મક સ્કોર બનાવવામાં સફળ રહી હતી.