T20 World Cup માં આજે પાકિસ્તાન સામે ભારત જીતે તો 10 લીટર પેટ્રોલ મફત! વાયરલ થયો મેસેજ
ભારત-પાકિસ્તાન મેચ અંગે `મીમ ચેટ`ની મજબૂત ઓફર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અજીબો ગરબી ચેટ જોઈને તમે પણ હસ્યા વગર નહીં રહી શકો. ભારત જીતો તો આપવામાં આવી રહી છે વિવિધ ઓફર. તો કોઈ કહી રહ્યું છે ભારત જીતશે ઉત્સવની તૈયારી કરો
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત-પાકિસ્તાન મેચ અંગે 'મીમ ચેટ'ની મજબૂત ઓફર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અજીબો ગરબી ચેટ જોઈને તમે પણ હસ્યા વગર નહીં રહી શકો. ભારત જીતો તો આપવામાં આવી રહી છે વિવિધ ઓફર. તો કોઈ કહી રહ્યું છે ભારત જીતશે ઉત્સવની તૈયારી કરો. ભારત પાકિસ્તાનની મેચ હોય એટલે ક્રિકેટપ્રેમીઓમાં તો ઉત્સાહ જબરદસ્ત હોય જ. પરંતુ સોશિયલ મીડિયા પણ હંમેશા ગરમ રહેતું હોય છે. સોશિયલ મીડિયા પર મેચ અંગે વિવિધ મેમ બની રહ્યા છે. અને તેના પર આવી રહેલા રિએક્શન તો તેનાથી પણ વધુ મજેદાર છે.
T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021)માં સૌથી હાઇ વોલ્ટેજ મેચ ભારત-પાકિસ્તાનની છે. 5 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગ જામશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે ભારત-પાકિસ્તાન મેચ અંગે 'મેમે ચેટ'ની મજબૂત ઓફર ટ્વિટર પર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે 'મૌકા મૌકા કેમ્પેઈન'ની જેમ MemeChat એપે પણ મેચ પહેલા એક ફની ટ્વિસ્ટ આપ્યો છે. આ જ કારણ છે કે આ પોસ્ટ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે 'તહેવારની તૈયારી કરો.'
ભારત જીતે તો 10 લીટર પેટ્રોલની ઓફર:
ટ્વિટર પર મીમ ચેટ એપની ઓફર ખુબ જ વાયરલ થઈ રહી છે. જેમાં કહ્યું છે કે 'જેમ આપણે બધા જાણીએ છીએ કે 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે. અમે અમારા પૂર્ણ સમયના કર્મચારીઓ અને મીમ ચેટ એપનાં તમામ વપરાશકર્તાઓને જણાવવા માંગીએ છીએ કે જો ભારત આવતીકાલની મેચ જીતશે તો મીમના ચેટ વતી દરેક પૂર્ણકાલીન કર્મચારી અને એપનાં નસીબદાર વપરાશકર્તાઓને 10 લિટર પેટ્રોલ અથવા ડીઝલ આપવામાં આવશે.
વાહન નથી તો સાઈકલ લઈ જાઓ:
મીમ ચેટની વાયરલ પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે જેમની પાસે પોતાનું વાહન નથી, તેમને કંપની દ્વારા સાઈકલ આપવામાં આવશે. આ ઓફર વિશે વધુ માહિતી માટે મેનેજમેન્ટે લખ્યું છે કે મીમ ચેટ એપ સાથે રહો. બાકીની માહિતી તમને ત્યાં ઉપલબ્ધ હશે.
પોસ્ટ આવી અજીબો ગરીબ કોમેન્ટ:
મીમ ચેટની પોસ્ટ વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. દરેક વ્યક્તિ પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણા ટ્વિટર યુઝર્સ ફની મીમ્સ બનાવીને આને શેર કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે MemeChat એક સોશિયલ મીડિયા નેટવર્કિંગ એપ છે, જેની મદદથી તમે મીમ્સ બનાવી શકો છો. આ એપ 2019માં લોન્ચ કરવામાં આવી હતી, જે આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જના વિજેતાઓમાંની એક હતી. એક રિપોર્ટ અનુસાર હાલમાં આ એપના 8.5 લાખથી વધુ માસિક એક્ટિવ યુઝર્સ છે.