T20 World Cup: રિષભ પંતના ખરાબ ફોર્મે વધારી ટીમ ઈન્ડિયાની ચિંતા, રોહિતે લેવો પડશે મોટો નિર્ણય
Rishabh Pant: રિષભ પંતનું ખરાબ ફોર્મ વિશ્વકપ પહેલા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. તેવામાં સંભવ છે કે પંતને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવે.
નવી દિલ્હીઃ Rishabh Pant Fail in Batting: ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ સતત તૈયારી કરી રહી છે. ભારતીય ટીમે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે વોર્મઅપ મેચ રમી છે, જેમાંથી એકમાં ટીમને જીત મળી છે તો એક મુકાબલામાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. તો ભારત માટે આ બે મેચમાં સૌથી મોટી મુશ્કેલી રિષભ પંત બની ગયો છે. નોંધનીય છે કે ટી20 ક્રિકેટમાં વર્તમાનમાં રિષભ પંતનું ફોર્મ ખરાબ છે. વોર્મઅપ મેચમાં તેણે ઓપનિંગ કરી પરંતુ મોટી ઈનિંગ રમવામાં ફ્લોપ રહ્યો હતો.
પંતે વધારી ટીમ ઈન્ડિયાની ચિંતા
પંતે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ અભ્યાસ મેચમાં 16 બોલમાં માત્ર 9 રન બનાવ્યા હતા. તો બીજી મેચમાં પણ તે 9 રન બનાવી આઉટ થયો હતો. રિષભ પંતનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે વિશ્વકપ પહેલા ચિંતાનો વિષય છે. પંત અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે કુલ 62 ટી20 મેચ રમી ચુક્યો છે, પરંતુ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. 62 મેચની 52 ઈનિંગમાં પંત હજુ સુધી 1000 રન પણ બનાવી શક્યો નથી. ટી20માં તેની એવરેજ 24.02ની છે. પંતનું ફોર્મ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત માટે જરૂર ચિંતાનો વિષય હશે.
આ પણ વાંચોઃ BCCI એ જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, શમી રમશે ટી20 વિશ્વકપ
પ્લેઇંગ ઇલેવનમાંથી થઈ શકે છે બહાર
રિષબ પંતના ખરાબ ફોર્મને જોતા ભારતીય ટીમ તેને બેંચ પર બેસાડી શકે છે. હકીકતમાં છેલ્લા ઘણા સમયથી પંત ટી20 ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમાનારી મેચમાં રિષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવશે નહીં. ભારતીય ટીમ અનુભવી વિકેટકીપર-બેટર દિનેશ કાર્તિક સાથે મેદાનમાં ઉતરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube