T20 World Cup 2022: બુમરાહની જગ્યાએ આ બોલર રમશે ટી20 વિશ્વકપ, બીસીસીઆઈએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
ભારતીય ક્રિકેટ બોર્ડે આઈસીસી ટી20 વિશ્વકપ માટે જસપ્રીત બુમરાહના સ્થાને મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કર્યો છે. ભારતીય પસંદગી સમિતિએ આ નિર્ણય લીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના જિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. બુમરાહ ઈજાને કારણે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વિશ્વકપ રમી શકશે નહીં. તેવામાં તેની જગ્યાએ બીસીસીઆઈએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કર્યો છે. જે ટી20 વિશ્વકપમાં રમશે. મોહમ્મદ શમી પહેલા ભારતના સ્ટેન્ડબાય ખેલાડીઓમાં સામેલ હતો.
ભારતીય ક્રિકેટ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું કે પસંદગી સમિતિએ મોહમ્મદ શમીને ભારતની આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપ 2022 ટીમમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ પસંદ કર્યો છે. શમી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે અને પ્રેક્ટિસ મેચ પહેલા બ્રિસ્બેનમાં ટીમ સાથે જોડાશે. બોર્ડે તે જાણકારી આપી છે કે મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને બેકઅપના રૂપમાં ટીમમાં જગ્યા આપવામાં આવી છે, જે જલદી ઓસ્ટ્રેલિયાની યાત્રા કરશે.
નોંધનીય છે કે ભારતીય ટીમના ટ્રાવેલિંગ રિઝર્વમાં બેટર શ્રેયસ અય્યર, સ્પિનર રવિ બિશ્નોઈ, ફાસ્ટ બોલર દીપક ચાહર અને મોહમ્મદ શમી હતો, પરંતુ બીસીસીઆઈએ તે વાતની જાણકારી આપી નથી કે શું દીપક ચાહર હજુ ટીમની સાથે ટ્રાવેલ કરશે કે તે બહાર થઈ ચુક્યો છે.
ICC T20 વિશ્વકપ 2022 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે