લંડનઃ ન્યૂઝીલેન્ડ આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલમાં હાર્યા બાદ ઓલરાઉન્ડર જિમી નીશામ ખુબ દુખી જોવા મળ્યો છે. ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર સુપર ઓવર સુધી ગયેલા મુકાબલામાં યજમાન ઈંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી મારવાના આધારે જીતી લીધો હતો. નીશામ સુપર ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ પોતાની ટીમને જીત ન અપાવી શક્યો. કીવી ટીમે 241 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડે પણ એટલા રન બનાવી મેચ ટાઈ કરી હતી. 


સુપર ઓવર પણ ટાઈ રહ્યાં બાદ બાઉન્ડ્રીના આધાર પર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. નીશામે મેચ બાદ ટ્વીટ કર્યું, આ દુખદ છે. આશા છે કે આગામી દશકમાં એક કે બે દિવસ એવા હશે જ્યારે હું મેચની અંતિમ અડધી કલાક વિશે ન વિચારું. ઈંગ્લેન્ડને શુભકામનાઓ, તે જીતના હકદાર હતા. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર