નવી દિલ્હીઃ આ મહિને 31 ઓક્ટોબરથી રાંચીમાં શરૂ થઈરહેલી દેવધર ટ્રોફી 2019 માટે ઈન્ડિયા એ, ઈન્ડિયા બી અને ઈન્ડિયા સી ટીમોની જાહેરાત કરી દેવામાં આવી છે. હનુમા વિહારીને ઈન્ડિયા એ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, તો પાર્થિવ પટેલને ઈન્ડિયા બીની કમાન સોંપવામાં આવી છે. ઈન્ડિયા સીના કેપ્ટનના રૂપમાં શુભમન ગિલને નિયુક્ત કરવામાં આવ્યો છે. ત્રણેય ટીમોમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમા વિહારીની ટીમમાં રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન જેવા દિગ્ગજ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. પાર્થિવ પટેલની ટીમમાં કેદાર જાધવ, પ્રિયાંક પંચાલ, બાબા અપરાજિત અને વિજય શંકરને સ્થાન મળ્યું છે. શુભમન ગિલની ટીમમાં દિનેશ કાર્તિક, સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યા છે. આ પચાસ ઓવરની મેચોમાં ઘણા ભારતીય ખેલાડીઓ રમશે. 


બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમની પસંદગી કર્યા બાદ એમએસકે પ્રસાદના નેવૃત્વ વાળી સીનિયર પસંદગી સમિતિએ આ ટીમોની જાહેરાત કરી છે. પહેલા આ ટૂર્નામેન્ટમાં વિજય હજારે ટ્રોફી જીતનારી ટીમ પણ રમતી હતી પરંતુ પાછલા વર્ષે તેને ઈન્ડિયા એ, ઈન્ડિયા બી અને ઈન્ડિયા સી ટીમો બનાવવામાં આવી હતી. 

ઓસ્ટ્રેલિયાનો પીએમનો અનોખો અંદાજ, મેચ દરમિયાન ખેલાડીઓ માટે પાણી લઈને પહોંચ્યા મેદાનમાં


ઈન્ડિયા એ
હનુમા વિહારી (કેપ્ટન), દેવદત્ત પદિક્કલ, અભિમન્યુ ઈશ્વરન, વિષ્ણુ વિનોદ, અમનદીપ ખરે, અભિષેક રમન, ઈશાન કિશન, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઈ, રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટ, સંદીપ વોરિયર, સિદ્ધાર્થ કૌલ અને ભાર્ગવ મેરાઈ. 


ઈન્ડિયા બી
પાર્થિવ પટેલ (કેપ્ટન), પ્રિયાંક પંચાલ, યશસ્વી જાયસવાલ, બાબા અપરાજીત, કેદાર જાધવ, રુતુરાજ ગાયકવાડ, શાહબાઝ નદીમ, અનુકૂલ રોય, કૃષ્ણપ્પા ગૌતમ, વિજય શંકર, મોહમ્મદ સિરાજ, રૂશ કાલરિયા, યાર્રા પૃથ્વીરાજ, નિતીશ રાણા. 


ઈન્ડિયા સી
શુભમન ગિલ (કેપ્ટન), અનમોલપ્રીત સિંહ, મયંક અગ્રવાલ, સૂર્યકુમાર યાદવ, પ્રિયામ ગર્ગ, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, મયંક માર્કંડેય, જલજ સક્સેના, આવેશ ખાન, ધવલ કુલકર્ણી, ઈશાન પુરેલ, ડીજી પઠાનિયા, વિરાટ સિંહ.