નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી 19 જુલાઈએ થવાની હતી પરંતુ પ્રશાસકોની સમિતિ (સીઓએ) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વચ્ચે નવા નિયમને લઈને અસ્પષ્ટતાને કારણે તેને બે દિવસ માટે ટાળી દેવામાં આવ્યું હતું અને હવે રવિવારે ત્રણ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમની પસંદગી કરવામાં આવશે. એમ.એસ.કે પ્રસાદની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની સીનિયર પસંદગી સમિતિ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બેઠક કરી દિવસે આશરે બપોરે 2 કલાક આસપાસ પત્રકાર પરિષદ યોજી ટીમની જાહેરાત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CoAએ એક નવો નિયમ કાઢ્યો છે, જે મુજબ પસંદગી સમિતિનો કન્વીનર હવે સચિન હશે નહીં. મુખ્ય પસંદગીકાર પર તમામ જવાબદારી હશે. તો પસંદગી સમિતિને કોઈપણ પ્રકારની મંજૂરી માટે સચિવ કે બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ)ની મંજૂરીની જરૂર પડશે નહીં. આ પહેલા પસંદગી સમિતિએ ટીમની પસંદગી કે વૈકલ્પિક ખેલાડીઓને પસંદ કરવા માટે સીઈઓ કે સચિવની મંજૂરી લેવી પડતી હતી. આ નવા નિયમને લઈને અસમંજસને કારણે બીસીસીઆઈની પસંદગી સમિતિની બેઠક બે દિવસ માટે ટાળી દેવામાં આવી હતી. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કેપ્ટન વિરાટ કોહલી સીમિત ઓવરોમાં આરામ કરી શકે છે, પરંતુ કોહલીએ સ્પષ્ટ જણાવ્યું કે, તે પસંદગી માટે ઉપલબ્ધ છે. 


તો વિશ્વકપ બાદ ઘણા પ્રકારની અટકળોનો સામનો કરી રહેલા એમએસ ધોનીએ આરામની માગ કરી છે. તેવામાં નક્કી છે કે રિષભ પંત વેસ્ટ ઈન્ડિઝ જશે, પરંતુ બીજા વિકેટકીપરને લઈને બે-ત્રણ નામ પર ચર્ચા થઈ શકે છે. તેમાં સંજૂ સૈમસન અને ઈશાન કિશનનું નામ મુખ્ય છે. ઘણા નવા ચહેરાના નામ આવવા નક્કી છે, ખાસ કરીને બોલિંગ વિભાગમાં. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમારને આરામ આપી શકાય છે. ત્રણેય અનુભવી બોલરોની અનઉપસ્થિતિ પસંદગી સમિતિને બોલિંગમાં બેંચ સ્ટ્રેન્થની પરીક્ષા લેવાનો તક આપશે. આ યાદીમાં નવદીપ સૈની મુખ્ય છે. તે વિશ્વકપના સ્ટેન્ડ બાયમાં હતો હતો. ખલીલ અહમદ, આવેશ ખાન, દીપક ચહરને વિન્ડીઝની ટિકિટ મળવાની સંભાવના છે. 


બેટિંગમાં મયંક અગ્રવાલને તક મળે તેવી સંભાવના છે. હવે જોવાનું રહેશે કે કોહલી પસંદગી માટે હાજર રહેવાની ખાતરી બાદ શું પસંદગીકારો વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્માને આરામ આપશે કે નહીં. ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલા શુભમન ગિલનું સ્થાન પણ પાક્કુ લાગી રહ્યું છે. કેદાર જાધવ અને દિનેશ કાર્તિકને ટીમની બહાર કરવામાં આવશે. આ બંન્નેની સાથે વિજય શંકરનું નામ પણ સામેલ થઈ શકે છે, કારણ કે તેની ઈજાની સ્થિતિને લઈને બોર્ડને અત્યાર સુધી કોઈ અપડેટ નથી. 

ઈન્ડોનેશિયા ઓપનઃ ટાઇટલથી એક ડગલું દૂર સિંધુ, ફાઇનલમાં યામાગુચી સામે ટક્કર 

શંકરને વિશ્વકપ દરમિયાન ઈજા થઈ હતી. જો ટેસ્ટની વાત કરવામાં આવે તો ટીમના તમામ મુખ્ય ખેલાડી પરત ફરશે. લગભગ તે ટીમ જોવા મળી શકે છે જે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝમાં રમી હતી. એક-બે ફેરફારની આશા કરી શકાય છે. યુવા બેટ્સમેન પૃથ્વી શો હજુ ઈજાગ્રસ્ત છે. તો લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે. શો હાજર ન હોવાને કારણે પસંદગી સમિતિએ ત્રીજા ઓપનર માટે મગજમારી કરવી પડશે. મુરલી વિજયને ફરી એકવાર તક મળી શકે છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચની સિરીઝ બાદ બે ટેસ્ટ મેચ રમવાની છે.