ઈન્ડોનેશિયા ઓપનઃ ટાઇટલથી એક ડગલું દૂર સિંધુ, ફાઇનલમાં યામાગુચી સામે ટક્કર
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સેમિફાઇનલમાં વર્લ્ડ નંબર-3 ચીનની ચેન યૂ ફેઈને માત્ર 46 મિનિટમાં 21-19, 21-10થી પરાજય આપ્યો હતો.
Trending Photos
જકાર્તાઃ ભારતની ટોપ મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન સુપર સિરીઝ પ્રીમિયર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. 24 વર્ષની સ્ટાર શટલરે સેમિફાઇનલમાં વર્લ્ડ નંબર-3 ચીનની ચેન યૂ ફેઈને માત્ર 46 મિનિટમાં 21-19, 21-10થી પરાજય આપ્યો હતો.
વર્લ્ડ નંબર-5 સિંધુએ આ જીતની સાથે ચેન યૂ ફેઈ વિરુદ્ધ પોતાના કરિયરનો રેકોર્ડ 5-3નો કરી લીધો છે. આ સાથે સિંધુ સાઇના નેહવાલ બાદ ઈન્ડોનેશિયા ઓપનનું મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતનારી બીજી ભારતીય મહિલા ખેલાડી બનવાથી એક ડગલૂ દૂર છે.
હવે રવિવારે ફાઇનલમાં સિંધુનો મુકાબલો જાપાનની વર્લ્ડ નંબર-4 અકાને યામાગુચી સામે થશે. તેણે વર્લ્ડ નંબર-1 તાઇવાનની તાઇ જુ યિંગને 21-9, 21-15થી પરાજય આપ્યો હતો. યામાગુચી વિરુદ્ધ સિંધુનો 10-4નો કરિયર રેકોર્ડ છે.
સિંધુએ વર્લ્ડ નંબર-2 જાપાનની નોઝામી ઓકુહારાને 21-14, 21-7થી હરાવીને ઈન્ડોનેશિયા ઓપનના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શુક્રવારે રમાયેલી મહિલા સિંગલની ક્વાર્ટર ફાઇનલ મેચમાં તેણે ઓકુહારાને 44 મિનિટમાં પરાજય આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે