Team India: તમે માનશો નહીં પણ આ વાસ્તવિકતા છે કે એવા ત્રણ ભારતીય બેટ્સમેન છે, જેમને વિશ્વનો કોઈ બોલર વન-ડે ક્રિકેટમાં આઉટ કરી શક્યો નથી. ચાલો આ 3 ભારતીય બેટ્સમેનોમાંના કેટલાક પર એક નજર કરીએ ક્રિકેટ ઈતિહાસમાં એક કરતા વધારે એવા બેટ્સમેન છે, જેમણે રન અને સદી ફટકારી છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા બેટ્સમેન છે જેમને વન-ડે ક્રિકેટમાં દુનિયાનો કોઈ બોલર આઉટ કરી શક્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરભ તિવારી : સૌરભ તિવારીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો ત્યારે તેને ધોનીનો ડુપ્લિકેટ કહેવામાં આવતો હતો. સૌરભ તિવારીના લાંબા વાળ જોઈને લોકો તેની સરખામણી ધોની સાથે કરતા હતા. સૌરભ તિવારીએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. સૌરભ તિવારીએ વર્ષ 2010માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. સૌરભ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે માત્ર ત્રણ જ વન-ડે રમી હતી, જેમાં તે માત્ર બે જ ઇનિંગ્સમાં બેટિંગ કરી શક્યો હતો. આ બંને ઇનિંગ્સમાં સૌરભ તિવારી અણનમ રહ્યો હતો. આ પછી તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.



આ પણ વાંચો:
રિચાર્જ વગર પણ કરી શકો છો ફોન, ઈન્ટરનેટની પણ નહીં પડે જરૂર, બસ ડાઉનલોડ કરી લો આ એપ..
ડાયાબિટીસના દર્દી માટે ઘરે બનાવો આ ચૂર્ણ, રાત્રે એક ચમચી આ ચૂર્ણ લેવાથી થશે લાભ
ધડામ થયા સોનાના ભાવ, દાગીના-લગડી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ


ફૈઝ ફઝલ : ફેઝ ફઝલે ઘરેલુ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને આ જ કારણ હતું કે તેને ટીમ ઈન્ડિયામાં પણ તક આપવામાં આવી હતી, પરંતુ આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે માત્ર એક જ વન-ડે મેચ રમી હતી. વર્ષ 2016માં રમાયેલી આ વન-ડે મેચમાં ફૈઝ ફઝલે ઝિમ્બાબ્વે સામે અણનમ 55 રન બનાવ્યા હતા. આ શાનદાર અડધી સદી બાદ પણ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે હજુ પણ ટીમમાં વાપસીનો રસ્તો શોધી રહ્યો છે.



ભરત રેડ્ડી : ભરત રેડ્ડીનું નામ ભલે આજના યુવાનો જાણતા ન હોય, પરંતુ આ ખેલાડીને ભારત માટે માત્ર ત્રણ વન-ડે રમવાનું જ નક્કી હતું. ભરત રેડ્ડીએ 1978 થી 1981 દરમિયાન ભારત માટે ત્રણ વનડે રમી હતી, જેમાં તેને બે વખત બેટિંગ કરવાની તક મળી હતી અને તે બંને વખત અણનમ રહ્યો હતો. આ પછી ભરત રેડ્ડી પણ ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયા અને તેમની કારકિર્દીનો પણ દુઃખદ અંત આવ્યો.



આ પણ વાંચો:
મોંઘવારીની મોટી થપાટ માટે રહો તૈયાર, 1 એપ્રિલથી વધશે CNG-PNG ગેસના ભાવ!
કાર ચલાવતી વખતે કરેલી આ ભુલ ઘટાડે છે કારની માઈલેજ, માઈલેજ વધારવી હોય તો ન કરો આ ભુલ
જો તમારામાં આ 4 ગુણ હશે તો મહિલાઓ આપોઆપ ખેંચાઈ આવશે, બીજા પુરુષો બળીને ખાખ થઈ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube