ટી20 વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ અને તે  ભારત માટે ખુબ જ રોમાંચક રહી કારણ કે આ ટુર્નામેન્ટ ટીમ ઈન્ડિયાએ આન બાન અને શાનથી જીતી લીધી. ત્યારબાદ તરત જ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસ પર નીકળી પડી જો કે ખેલાડીઓ બદલાઈ ગયા. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી20 મેચોની સિરીઝ રમાઈ રહી છે જેમાં બંને ટીમોએ એક એક મેચ જીતી છે. બીજી મેચ ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે જીતી જેમાં નિર્ધારિત 20 ઓવરમાં 234 રન કર્યા હતા અને 100 રનથી જીતી જેમાં અભિષેક શર્માની સદીએ સિંહફાળો આપ્યો. હવે આ તાબડતોડ ઈનિંગ વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિષેક શર્માની યાદગાર ઈનિંગ
બીજી ટી20 મેચમાં ભારતીય ટીમની જીતના હીરો અભિષેક શર્માએ 47 બોલમાં 100 રન ફટકાર્યા હતા. જેમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગા સામેલ હતા. અભિષેક શર્માએ આ મેચ બાદ મોટો ખુલાસો કર્યો છે. અભિષેકે કહ્યું કે તેણે આ મેચમાં કેપ્ટન શુભમન ગિલના બેટથી બેટિંગ કરી હતી. અભિષેકે કહ્યું કે તે કમબેક માટે શુભમન ગિલના બેટથી રમે છે. અભિષેકે કહ્યું કે શુભમન સરળતાથી બેટ આપતો નથી, અને તેમને મુશ્કેલીથી આ બેટ મળ્યું. 


અત્રે જણાવવાનું કે અભિષેક શર્માએ ઈનિંગની 14મી ઓવરમાં વેલિંગટન મસાકાદ્ઝા વિરુદ્ધ સતત ત્રણ છગ્ગા ફટકારીને 46 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ડેબ્યુ મેચમાં ખાતું પણ નહતું ખુલ્યું પરંતુ આ મેચમાં અભિષેકે ધમાલ મચાવી દીધી હતી. અભિષેક શર્મા અને શુભમન ગિલ પાક્કા દોસ્ત છે. બંને જૂનિયર લેવલ પર એક બીજા સાથે ઘણું ક્રિકેટ રમ્યા છે. 


100 રનથી જીત્યું હતું ભારત
ભારતે બીજી ટી20 મેચમાં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવીને સીરિઝમાં 1-1થી બરાબરી કરી છે. આ અગાઉ શનિવારે ઝિમ્બાબ્વેએ ભારતને 13 રનથી હરાવ્યું હતું. જો કે રવિવારે ભારતીય ટીમે મેજબાનો જોડે પોતાની હારનો બદલો લઈ લીધો. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં બે વિકટ પર 234 રન કર્યા હતા. આ મેદાન પર કોઈ પણ ટીમ દ્વારા ઝિમ્બાબ્વે વિરુદ્ધ કરાયેલો આ સૌથી મોટો સ્કોર છે. જવાબમાં ઝિમ્બાબ્વે 18.4 ઓવરમાં 10 વિકેટ પર ફક્ત 134 રન કરી શક્યું હતું.  2018માં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 229 રન કર્યા હતા.