નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ટેસ્ટ મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાન પર 135 રન બનાવી પોતાની બીજી ઈનિંગ ડિકલેર કરી અને ઓસ્ટ્રેલિયાની સામે 32 ઓવરમાં 272 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેના જવાબમાં કાંગારૂ ટીમે 2 વિકેટ પર 36 રન બનાવ્યા અને બંને ટીમની કેપ્ટને મેચ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઈનિંગમાં ભારત તરફથી 127 રનની શાનદાર ઈનિંગ રમનાર સ્મૃતિ મંધાનાને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ તરફથી બીજી ઈનિંગમાં શેફાલી વર્માએ અડધી સદી ફટકારી અને તે 91 બોલમાં 52 રન બનાવી આઉટ થઈ હતી. પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનાર મંધાના બીજી ઈનિંગમાં 31 રન બનાવી આઉટ બની હતી. ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલી યાશ્તિકા ભાટિયાને બેટિંગ ઓર્ડરમાં પ્રમોટ કરવામાં આવી અને તે ત્રણ રન બનાવી આઉટ થઈ હતી. પૂનમ રાવત 41 રન બનાવી અણનમ રહી હતી. દીપ્તિ શર્માએ ત્રણ રન બનાવ્યા હતા અને કેપ્ટન મિતાલી રાજે ઈનિંગ ડિકલેર કરવાનો નિર્ણય લીધો હતો. 


T20 વિશ્વકપ પહેલા હાર્દિક પંડ્યાએ આપ્યું મહત્વનું નિવેદન, જણાવ્યું ક્યારે શરૂ કરશે બોલિંગ  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube