T20 વિશ્વકપ પહેલા હાર્દિક પંડ્યાએ આપ્યું મહત્વનું નિવેદન, જણાવ્યું ક્યારે શરૂ કરશે બોલિંગ
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની બોલિંગ અને ફિટનેસને લઈને મોટો ખુલાસો કર્યો છે, જેણે જણાવ્યું કે, તે ક્યારે બોલિંગ કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. હાર્દિક પંડ્યા આ સમયે યૂએઈમાં ચાલી રહેલ આઈપીએલના બીજા ફેઝમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. આ સીઝનમાં હાર્દિકનું બેટ શાંત રહ્યુ છે. ટી20 વિશ્વકપમાં હાર્દિકના રમવા પર અનેક માહિતી સામે આવી રહી છે કે શું આ ઓલરાઉન્ડરને ટીમમાં રાખી શકાય છે. હવે હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો છે કે તે ક્યારે બોલિંગ કરશે.
પંડ્યાએ જણાવ્યુ ક્યારે કરશે બોલિંગ
આઈપીએલમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈએ હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યાએ આ મેચમાં પણ બોલિંગ કરી નહીં. પંડ્યાએ પોતાની બોલિંગ વિશે માહિતી આપતા કહ્યુ કે, તે પ્રયાસ કરી રહ્યો છે અને જલદી બોલિંગ કરતો જોવા મળશે. મહત્વનું છે કે હાર્દિક પંડ્યાએ આઈપીએલના બીજા ભાગમાં એક પણ બોલ ફેંક્યો નથી અને બેટથી પણ ખાસ કમાલ કરી શક્યો નથી. તેવામાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હાર્દિક પંડ્યાને વિશ્વકપની ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
ખુદનો આત્મવિશ્વાસ વધ્યો છેઃ હાર્દિક
પંજાબ કિંગ્સ વિરુદ્ધ હાર્દિકે 40 રન બનાવ્યા હતા. હાર્દિકે કહ્યુ કે, તે ઈનિંગથી આત્મવિશ્વાસ વધ્યો છે, કારણ કે રન બનાવવાથી આત્મવિશ્વાસ વધે છે. મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને હરાવ્યું હતું પરંતુ દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને છે. જો મુંબઈએ પ્લેઓફની રેસમાં ટકી રહેવું છે તો બાકીની બંને મેચ જીતવી પડશે.
મુંબઈના કોચ આપી ચુક્યા છે હાર્દિક પર નિવેદન
હાર્દિક પંડ્યાની ફિટનેસ અને બોલિંગને લઈને મુંબઈ ઈન્ડિયન્સના કોચ માહેલા જયવર્ધનેએ જણાવ્યુ હતુ કે અમે તેને બોલિંગ કરવા માટે ન કહી શકીએ., થોડા દિવસ બાદ ટી20 વિશ્વકપ શરૂ થવાનો છે અને તેણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ પહેલા ટી20 વિશ્વકપની ટીમમાં હાર્દિક પંડ્યાને સ્થાન આપવા પર પસંદગીકાર ચેતન શર્માએ કહ્યુ હતુ કે હાર્દિક ફિટ છે અને બોલિંગ માટે તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે