લંડનઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર  ધવનની ઈજાને લઈને સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરે કહ્યું કે, ધવન 10-12 દિવસમાં સ્વસ્થ થઈને વાપસી કરી શકે છે. સાથે તેમણે કહ્યું કે, રિષભ પંત માનચેસ્ટરમાં હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, 'અમે શિખર ધવનની ઈજા પર ધ્યાન રાખી રહ્યાં છીએ. તેને સ્વસ્થ થવામાં 10-12 દિવસ લાગી શકે છે, અમે તેની મદદ કરીશું.' જો જરૂર પડી તો વિજય શંકરને અમે વિકલ્પ તરીકે લઈ શકીએ છીએ. બેકઅપ તરીકે ખેલાડીને તૈયાર રાખવો જરૂરી છે. રિષભ પંત માનચેસ્ટરમાં હશે. 


મહત્વનું છે કે યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના વિકલ્પ તરીકે ઈંગ્લેન્ડ માટે રવાના થઈ ગયો છે. પરંતુ ટીમ મેનેજમેન્ટે હજુ સુધી ફેરફાર માટે ઇનકાર કર્યો છે. આ કારણ છે કે ધવનને ઈંગ્લેન્ડમાં રાખવાની વાત કરવામાં આવી છે, તે બીસીસીઆીની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. 


World Cup 2019: કપિલ દેવને આશા, પાકિસ્તાનને ફરી પરાજય આપશે ભારત